Ashwini Chaubey/ કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેના કાફલાની કારને થયો અકસ્માત

બક્સરથી પટના પરત ફરતી વખતે કારસેડમાં દોડી રહેલી કોરાનસરાય પોલીસ સ્ટેશનની કાર ડુમરાવના મથિલા-નારાયણપુર રોડના રોડ બ્રિજની કેનાલમાં પલટી ગઈ હતી. તેની પાછળ જ કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે ઈનોવા કારમાં સવાર હતા.

Top Stories India
Ashwini chaubey
  • અકસ્માતમાં 4 પોલીસકર્મી અને ડ્રાઈવર ઘાયલ
  • અશ્વિની ચૌબેની કારની આગળની કાર જ કેનાલમાં પલ્ટી ખાઈ ગઈ
  • પોલીસ કર્મચારીઓને તાત્કાલિક સારવાર અપાઈ

Ashwini Chaubey કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબેની કારના કાફલાને અકસ્માત થયો છે. તેઓનો કાફલો બક્સરથી પટના પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. પરત ફરતી વખતે કારસેડમાં દોડી રહેલી કોરાનસરાય પોલીસ સ્ટેશનની કાર ડુમરાવના મથિલા-નારાયણપુર રોડના રોડ બ્રિજની કેનાલમાં પલટી ગઈ હતી. તેની પાછળ જ કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે ઈનોવા કારમાં સવાર હતા. ચાલકની બુદ્ધિમત્તાને કારણે મોટી દુર્ઘટના ટળી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે ઘાયલ પોલીસકર્મીઓને ડુમરાઓ સદર હોસ્પિટલમાં લઈ ગયા. આ અકસ્માતમાં ડ્રાઈવર અને ચાર પોલીસકર્મીઓને ઈજા થઈ હતી.

આ પણ વાંચોઃ ઓલિમ્પિક્સ 2036ની તૈયારીઓની કેન્દ્રીય પ્રધાન અમિત શાહે સમીક્ષા કરી

આશ્ચ્રયની વાત તો એ જ છે કે આજના દિવસે જ  મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (MP CM શિવરાજ સિંહ ચૌહાણ)ના હેલિકોપ્ટરને ટેક્નિકલ ખામીના કારણે રવિવારે મનવર શહેરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી કાર્યાલય (CMO) અનુસાર, ચૌહાણ ધારમાં એક જાહેર સભાને સંબોધવા માટે મનવરથી ધાર જઈ રહ્યા હતા. તેમનું હેલિકોપ્ટર ટેક્નિકલ ખામી સર્જાયા બાદ મનવર શહેરમાં ટેક-ઓફ સાઇટ પર પરત ફર્યું હતું.

આ પણ વાંચોઃ ઉત્તરાખંડમાં માત્ર જોશીમઠ જ નહીં અન્ય સ્થળોએ પણ ભૂસ્ખલનનો ભય

ઈમરજન્સી લેન્ડિંગ બાદ મુખ્યમંત્રી ચૌહાણ રોડ માર્ગે ધાર જવા રવાના થયા હતા. તે ખાનગી કંપનીનું હેલિકોપ્ટર હતું. મુખ્યમંત્રી આજે પાંચ ચૂંટણી સભાઓ યોજવાના છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ધાર જિલ્લામાં નાગરિક સંસ્થાની ચૂંટણીના પ્રચાર માટે રવિવારે ચૂંટણી પ્રવાસ પર હતા. જેના કારણે તેઓ રવિવારે બપોરે 2 વાગ્યે મણવર પહોંચ્યા હતા. મણવર ખાતે રોડ શો યોજીને અને સભાને સંબોધન કર્યા બાદ ધાર તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમણે હેલિકોપ્ટરમાં ઉડાન ભરી હતી. આવી સ્થિતિમાં, થોડી જ ક્ષણોમાં પાયલટે તેમને જાણ કરી કે હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી છે. આવી સ્થિતિમાં તરત જ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અને તે પછી તે રોડ થઈને ધાર પહોંચ્યા હતા. આમ એક જ દિવસમાં એક સીએમ અને એક કેન્દ્રીય પ્રધાન મોટી દુર્ઘટનાનો ભોગ બનતા-બનતા બચી ગયા હતા.

આ પણ વાંચોઃ

રાઇફલથી પેન સુધી: આત્મસમર્પણ કરનારા માઓવાદીનું ધ્યેય શિક્ષણ મેળવવાનું

વન-ડે ઇતિહાસની સૌથી મોટી જીત મેળવતું ભારતઃ કોહલીની 46મી સદી