Not Set/ કાશ્મીર અંગે UN એ પ્રસિદ્ધ કર્યો રિપોર્ટ, સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કચરામાં ફેંકી દઈશ

ભારતે કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનના મામલે સંયુક્ત રાષ્ટ્ર (UN)ની એક રિપોર્ટને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. આ રિપોર્ટને ફગાવી દેટા ભારતે તેને નિરાશાજનક, પક્ષપાતપૂર્ણ અને પ્રાયોજિત ગણાવ્યો છે. વિદેશ મંત્રાલયે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે UN નો આ રિપોર્ટ સરેઆમ પક્ષપાતપૂર્ણ છે અને આ સમગ્ર રીતે આધારવિહીન છે. એટલે સુધી કે મંત્રાલયે રિપોર્ટમાં યુએનને આડે હાથ લેતાં […]

Top Stories India Trending Politics
India Rejected a Report of UN on alleging human rights violations in kashmir

ભારતે કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનના મામલે સંયુક્ત રાષ્ટ્ર (UN)ની એક રિપોર્ટને સંપૂર્ણપણે ફગાવી દીધો છે. આ રિપોર્ટને ફગાવી દેટા ભારતે તેને નિરાશાજનક, પક્ષપાતપૂર્ણ અને પ્રાયોજિત ગણાવ્યો છે.

વિદેશ મંત્રાલયે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે UN નો આ રિપોર્ટ સરેઆમ પક્ષપાતપૂર્ણ છે અને આ સમગ્ર રીતે આધારવિહીન છે. એટલે સુધી કે મંત્રાલયે રિપોર્ટમાં યુએનને આડે હાથ લેતાં કહ્યું છે કે, આ રિપોર્ટ દેશની સંપ્રભુતા અને ક્ષેત્રિય અખંડતાનું સીધું ઉલ્લંઘન છે.

જયારે યુએનના આ રિપોર્ટ અંગે ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે, “હું આ રિપોર્ટને કચરા ટોપલીમાં ફેંકી દઈશ. આં રિપોર્ટ પૂર્વગ્રહથઈ ગ્રસ્ત છે કારણ કે, તેને અએવા લોકોએ તૈયાર કર્યો છે કે, જેને આ મુદ્દાની કોઈ જાણકારી કે માહિતી જ નથી. અમે આ રિપોર્ટ અંગે ટિપ્પણી કરવા માંગતા નથી.”

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરુવારે પ્રસિદ્ધ કરવામાં આવેલા આ રિપોર્ટમાં યુએનએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને જમ્મુ-કાશ્મીર બંનેમાં કથિત રીતે માનવાધિકારનાં ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવ્યો છે. એટલું જ નહીં, યુએનએ આ ઉલ્લંઘનોનો આરોપ લગાવતા આંતરરાષ્ટ્રીય તપાસની માંગણી પણ કરી છે.

વિદેશ મંત્રાલયે રિપોર્ટને સંપૂર્ણપણે ફગાવી દઈને તેને પક્ષપાતી ગણાવ્યો છે અને કહ્યું છે કે, અમે આ રિપોર્ટનો અસ્વીકાર કરીએ છીએ. મંત્રાલયે રિપોર્ટ ઉપર પ્રશ્નાર્થ કરતા કહ્યું છે કે, આમાં આપવામાં આવેલી જાણકારીનો કોઈ આધાર નથી.

આ સાથ્હે જ મંત્રાલયે સમગ્ર દુનિયાને ફરી એક વખત કહ્યું છે કે, જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને જે કાશ્મીરના હિસ્સા ઉપર પાકિસ્તાને પોતાનો કબજો જમાવી રાખ્યો છે તે ભારતની જ જમીન છે.

જયારે બીજી તરફ યુએનના આ રિપોર્ટ અંગે પાકિસ્તાને ખુશી વ્યક્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, યુએનનો આ રિપોર્ટ ભારતીય સેના પર કેન્દ્રિત છે. અને આ વર્ષ ૨૦૧૬માં ભારતીય સેના દ્વારા આતંકી બુરહાન વાનીની હત્યા પછી બંને દેશોમાં આવેલી કડવાહટની આસપાસ ઘડવામાં આવી છે. જેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના સંદર્ભમાં કોઈ ઉલ્લેખ જ કરવામાં આવ્યો નથી.

આ રિપોર્ટમાં આઝાદ જમ્મુ અને કાશ્મીરના અસંદ્ર્ભમાં અને ત્યાં થઈ રહેલા માનવાધિકારના ઉલ્લંઘનની સાથોસાથ પાકિસ્તાનને આતંકનું શરણસ્થાન ગણાવવાને લઈને ચેતવવામાં આવ્યા છે.