Not Set/ આવતીકાલથી આ ચીજ-વસ્તુ સહીત બેંકિંગ સેવાઓ બનશે મોંઘી

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી 4 મે સુધી અત્યાર સુધી 32 વાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ચૂક્યા છે. દેશમાં તમને જણાવી દઈએ કે 135 જિલ્લાઓમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર થઈ ચૂક્યા છે.

Top Stories Business
july આવતીકાલથી આ ચીજ-વસ્તુ સહીત બેંકિંગ સેવાઓ બનશે મોંઘી

મોંઘવારીના બોજા તળે જનતા ત્રાહિમામ છે ત્યાં 1 જુલાઇથી એટલે કે આવતીકાલથી ફરી કેટલીક બાબતોમાં પ્રજાએ વધુ મોંઘવારીનો માર સહન કરવો પડશે. બેંકથી લઇને વાહન ખરીદી તથા પેટ્રોલ ડીઝલ સહિત એલપીજીની કિંમતોમાં કમરતોડ ભાવ વધારો જોવા મળી શકે છે.

જુલાઇમાં બેંકિંગ સેવાઓ થશે મોંઘી

SBI અને IDBIમાં નાણાં ઉપાડ મોંઘો બનશે

પેટ્રોલ-ડીઝલ તથા LPGમાં ભાવ વધારો નિશ્ચિત

કાર અને બાઇક ખરીદવું પણ મોંઘુ બનશે

દેશના 135 જિલ્લામાં રૂ. 100ને પાર પેટ્રોલ

જુલ્ય૩ આવતીકાલથી આ ચીજ-વસ્તુ સહીત બેંકિંગ સેવાઓ બનશે મોંઘી

1 જુલાઈથી સમગ્ર દેશમાં ઘણા ફેરફાર થવા જઈ રહ્યા છે. એની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. એથી નિયમોની જાણકારી તમને પહેલેથી જ હોય એ જરૂરી છે. દર મહિનાની પહેલી તારીખે એકતરફ જ્યાં LPGની કિંમતોનો વિસ્ફોટ થાય છે ત્યાં અમૂલના ભાવ વધારો પણ અમલી બનશે. અમૂલે ગોલ્ડ, તાજા અને શક્તિ દૂધના લિટર દીઠ ભાવમા બે રૂપિયાનો વધારો થયો છે. તો 30 જૂને જ્યાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઇ વધારો ઝિંકાયો નથી ત્યાં હવે 1 જુલાઇએ ભાવમાં વૃદ્ધિ થવાનું અનુમાન સેવાઇ રહ્યું છે.

july 1 આવતીકાલથી આ ચીજ-વસ્તુ સહીત બેંકિંગ સેવાઓ બનશે મોંઘી

5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી 4 મે સુધી અત્યાર સુધી 32 વાર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી ચૂક્યા છે. દેશમાં તમને જણાવી દઈએ કે 135 જિલ્લાઓમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર થઈ ચૂક્યા છે.

પીરાણા 2 4 આવતીકાલથી આ ચીજ-વસ્તુ સહીત બેંકિંગ સેવાઓ બનશે મોંઘી

SBI-IDBI બેંકમાંથી પૈસા ઉપાડવાનું મોંઘું થશે

એસબીઆઇ અને આઇડીબીઆઇમાં 1 જુલાઈથી ATMમાંથી પૈસા ઉપાડવાનું અને ચેક બુકનો ઉપયોગ કરવા પર ગ્રાહકોને વધારાનો ચાર્જ આપવો પડશે. એ સિવાય હવે ચેક બુક લેવા માટે પણ તમારે વધારે ચાર્જ આપવો પડશે. એસબીઆઇમાં 10 ચેકની ચેકબુક વર્ષમાં એક જ વાર પ્રાપ્ત કરી શકાશે અને ત્યારબાદની ચેકબુકમાં પ્રજાએ વધારે નાણા ચુકવવા પડશે.

જુલ્ય૩ 2 આવતીકાલથી આ ચીજ-વસ્તુ સહીત બેંકિંગ સેવાઓ બનશે મોંઘી

નાની બચત સ્કિમનાં વ્યાજદરમાં ઘટાડો સંભવ

નાની બચત એટલે કે સ્મોલ સેવિંગ સ્કિમમાં રોકાણ કરનારા લોકોને ઝટકો લાગી શકે છે. સરકારે એપ્રિલ-જૂન ક્વાર્ટર માટે પણ માર્ચમાં એના વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો, પરંતુ બાદમાં આ ઘટાડો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. જેથી હવે બચત સ્કિમમાં વધુ વ્યાજ નહીં મેળવી શકાય.

જુલ્ય૩ 1 આવતીકાલથી આ ચીજ-વસ્તુ સહીત બેંકિંગ સેવાઓ બનશે મોંઘી

મારુતિ અને હીરોની ગાડીઓના ભાવ વધશે

દેશની સૌથી મોટી કાર નિર્માતા મારુતિ સુઝુકી ઈન્ડિયાની કાર અને હીરોની બાઈક એક જુલાઈથી મોંઘી થઈ જશે. હીરો સ્કૂટર અને મોટરસાઇકલની એક્સ-શોરૂમ કિંમત ત્રણ હજાર રૂપિયા સુધી વધી રહી છે તેમજ મારુતિ પણ પોતાનાં ઘણાં સેગમેન્ટની કારની કિંમત વધારશે. આમ જુલાઇ મહિનો અનેક સ્થાને સામાન્ય જનતાને જખ્મ આપનારો બની રહેશે.