Political/ યોગી સરકારે ઉત્તર પ્રદેશમાં પૂર્ણ કર્યા 4.5 વર્ષ, રજૂ કર્યુ રિપોર્ટ કાર્ડ

CM યોગીએ કહ્યું કે અમે PM મોદીજીનાં આભારી છીએ, જેમના માર્ગદર્શન હેઠળ આજે અમારી સરકાર સફળતાપૂર્વક સાડા ચાર વર્ષનો કાર્યકાળ પૂરો કરી રહી છે.

Top Stories India
1 297 યોગી સરકારે ઉત્તર પ્રદેશમાં પૂર્ણ કર્યા 4.5 વર્ષ, રજૂ કર્યુ રિપોર્ટ કાર્ડ

યોગી સરકારે ઉત્તર પ્રદેશમાં સાડા ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. CM યોગીએ આજે ​​એટલે કે રવિવારે સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું છે. આગામી વર્ષે યુપીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રિપોર્ટ કાર્ડ ચૂંટણી જીતવામાં રામબાણ સાબિત થઈ શકે છે. CM યોગીએ પ્રેસ કોન્ફરન્સ યોજીને તેમની સરકારની છેલ્લા સાડા ચાર વર્ષની સિદ્ધિઓને લોકો સમક્ષ રજૂ કરી છે. CM યોગીએ કહ્યું કે અમે PM મોદીજીનાં આભારી છીએ, જેમના માર્ગદર્શન હેઠળ આજે અમારી સરકાર સફળતાપૂર્વક સાડા ચાર વર્ષનો કાર્યકાળ પૂરો કરી રહી છે.

આ પણ વાંચો – ફ્લોરિડા / SpaceX એ રચ્યો ઈતિહાસ, અવકાશની યાત્રા કરી પરત ફર્યા 4 સામાન્ય નાગરિક, Video

આજે એટલે કે 19 સપ્ટેમ્બરે યોગી આદિત્યનાથ સરકારે સાડા ચાર વર્ષ પૂરા કર્યા છે. સરકારનાં સાડા ચાર વર્ષ પૂરા થવા પર રાજ્યનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પત્રકાર પરિષદ યોજીને રિપોર્ટ કાર્ડ જનતા સમક્ષ રજૂ કર્યું અને તેમની સરકારની સિદ્ધિઓને ગણાવી. આ દરમિયાન CM યોગી આદિત્યનાથ, Deputy CM કેશવ પ્રસાદ મૌર્ય, ડો.દિનેશ શર્મા, ઉત્તર પ્રદેશનાં પ્રભારી રાધા મોહન સિંહ અને પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ લોક ભવનમાં હાજર છે. કાર્યક્રમનું ઉદ્ઘાટન કરતા મુખ્ય સચિવ રાજેન્દ્રકુમાર તિવારીએ જણાવ્યું હતું કે, હું રાજ્ય સરકારનાં સાડા ચાર વર્ષનાં સફળ સમાપન પર અભિનંદન સ્વાગત કરું છું. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારની સિદ્ધિઓ લોકો સુધી પહોંચી રહી છે. રાજ્ય સ્વચ્છ, સક્ષમ બની રહ્યું છે, રાજ્ય રોકાણની દ્રષ્ટિએ રોકાણકારોની પસંદગી બની રહ્યું છે. મુખ્યમંત્રીનાં વ્યક્તિત્વનું પરિણામ છે કે રાજ્યનું અર્થતંત્ર મજબૂત થયું છે. કોવિડ મેનેજમેન્ટની માત્ર રાષ્ટ્રીય સ્તરે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રશંસા કરવામાં આવી હતી. આ દરમિયાન, યોગી સરકારની સિદ્ધિઓની ગણતરી કરતી એક દસ્તાવેજી ફિલ્મ પણ બતાવવામાં આવી હતી.

આ પણ વાંચો – Political / પંજાબ કોંગ્રેસમાં નવો વળાંક, અંબિકા સોનીએ પંજાબનાં CM બનવાની ઓફરનો કર્યો અસ્વીકાર

યોગી આદિત્યનાથે કહ્યું કે, PM મોદીનાં માર્ગદર્શન અને નેતૃત્વમાં સરકાર પોતાનો સાડા ચાર વર્ષનો કાર્યકાળ પૂરો કરી રહી છે. રાજ્યમાં સુરક્ષા અને સુશાસનનું મહત્વ હતું. યોગીએ કહ્યું કે, આ એ જ ઉત્તરપ્રદેશ છે જ્યાં વ્યાવસાયિક માફિયા અને ગુનેગારોએ ગભરાટનું વાતાવરણ ઉભું કર્યું હતુ. તમે અગાઉની સરકારનો કાર્યકાળ પણ જોયો હશે, જ્યાં દર 3 દિવસે દંગા થતા હતા. પરંતુ આજ સુધી અમારી સરકાર આવી ત્યારથી કોઈ દંગો થયો નથી. 1800 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી. સરકાર લોકોનાં કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. સરકારે દરેક વર્ગને સરકારી યોજનાઓનો લાભ આપ્યો છે. ખ્યમંત્રીએ કહ્યું કે આપત્તિ સમયે સરકાર ગરીબોની સાથે છે. રાજ્યમાં પારદર્શક ભરતી પ્રક્રિયા અપનાવી અને સાડા ચાર લાખ નોકરીઓ આપવાનું કામ કર્યું છે. અગાઉની સરકારમાં પારદર્શિતાનો અભાવ હતો. લોકો દલાલી લેવા માટે થેલા લઇને બહાર આવતા હતા. યોગીએ કહ્યું કે, યુપીમાં રોકાણકાર સમિતિમાં ઘણા ઉદ્યોગપતિઓ આવ્યા હતા. આજે દરેક યુપીમાં રોકાણ કરવા તૈયાર છે. ઉદ્યોગપતિઓ માટે અનુકૂળ વાતાવરણ ઉભું કરવામાં આવ્યુ છે. 3 લાખ કરોડથી વધુનું રોકાણ થયુ હતું. રોકાણનાં કારણે યુવાનોને રોજગારી પણ મળી રહી છે.