Political/ પંજાબ કોંગ્રેસમાં નવો વળાંક, અંબિકા સોનીએ પંજાબનાં CM બનવાની ઓફરનો કર્યો અસ્વીકાર

અંબિકા સોનીને પંજાબનાં મુખ્યમંત્રી બનાવી શકાય છે, આ પદ માટે તેમનું નામ મોખરે છે. આ દરમિયાન પંજાબ કોંગ્રેસમાં નવો વળાંક આવ્યો છે.

Top Stories India
1 296 પંજાબ કોંગ્રેસમાં નવો વળાંક, અંબિકા સોનીએ પંજાબનાં CM બનવાની ઓફરનો કર્યો અસ્વીકાર

પંજાબમાં કોંગ્રેસ પાર્ટી માટે આજનો દિવસ પરીક્ષાથી ઓછો નહી રહે. જણાવી દઇએ કે, પંજાબમાં કોંગ્રેસ વિધાનસભા પક્ષે રાજ્યનાં નવા મુખ્યમંત્રીની ચૂંટણીનો નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પર છોડી દીધો છે. જોકે, કોંગ્રેસનાં ચાર નેતાઓ, સુનિલ જાખર, નવજોત સિંહ સિદ્ધુ, સુખજિંદર સિંહ રંધાવા અને પ્રતાપ સિંહ બાજવાનાં નામ મુખ્યમંત્રી પદ માટે સૌથી વધુ ચર્ચામાં સામે આવી રહી છે.

આ પણ વાંચો – ફ્લોરિડા / SpaceX એ રચ્યો ઈતિહાસ, અવકાશની યાત્રા કરી પરત ફર્યા 4 સામાન્ય નાગરિક, Video

જો કે આ ચાર નામથી અલગ એક નામ અંબિકા સોનીનું પણ ચર્ચાઇ રહ્યુ છે. મળી રહેલી માહિતી અનુસાર અંબિકા સોનીને પંજાબનાં મુખ્યમંત્રી બનાવી શકાય છે, આ પદ માટે તેમનું નામ મોખરે છે. આ દરમિયાન પંજાબ કોંગ્રેસમાં નવો વળાંક આવ્યો છે. અંબિકા સોનીએ પંજાબનાં મુખ્યમંત્રી બનવાની ના પાડી દીધી છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર, સોનીએ સ્વાસ્થ્યને ટાંકીને કહ્યું છે કે, સ્વાસ્થ્યનાં કારણોસર હું આ પદ સંભાળી શકતી નથી. સાથે જ તેમણે કહ્યું કે, પંજાબનાં મુખ્યમંત્રી પદ માટે એક શીખની પસંદગી કરવી જોઈએ. અગાઉ એવા સમાચાર હતા કે સોની ચંદીગઢ આવી રહ્યા છે પરંતુ તે દિલ્હીમાં છે અને પંજાબ વિધાનસભા પક્ષની બેઠકમાં ભાગ લેશે નહીં. વળી બીજી તરફ કોંગ્રેસનાં ધારાસભ્ય સુખજિંદર સિંહ રંધાવાએ કહ્યુ કે, આગામી 2-3 કલાકમાં પંજાબનાં નવા મુખ્યમંત્રીની જાહેરાત નિર્ણય લેવાશે.

આ પણ વાંચો – મોટી રાહત / ભારત સરકાર અફઘાનિસ્તાનથી આવેલા નાગરિકોને આપશે Stay Visa

આપને જણાવી દઈએ કે, પંજાબનાં મુખ્યમંત્રી માટે સુનીલ જાખર, અંબિકા સોની, રાજ્યસભા સાંસદ પ્રતાપ સિંહ બાજવાનાં નામ ચાલી રહ્યા છે. જોકે, હવે સોનીનાં ઇનકાર બાદ દરેકની નજર પંજાબની કમાન કોણ સંભાળશે તેના પર છે. બીજી બાજુ, કેપ્ટન અમરિંદર નવજોત સિંહ સિદ્ધુને મુખ્યમંત્રી બનાવવાના કોઈપણ પ્રયાસનો ચોક્કસપણે વિરોધ કરશે. કેપ્ટનનો વિરોધ કરનારા કોઈપણ નેતાને મુખ્યમંત્રીની ખુરશી સોંપીને કોંગ્રેસ અમરિંદર સિંહને વધુ હેરાન કરવા માંગતી નથી. આપને જણાવી દઈએ કે, સુનીલ જાખરનાં નામની પણ ચર્ચા છે પરંતુ નવજોત સિંહ સિદ્ધુ શિબિરમાં હોવાને કારણે ઘણા કોંગ્રેસીઓ તેમના નામે વિરોધ કરી રહ્યા છે.