Not Set/ કાશ્મીર મામલે તાલિબાનોએ શું કહ્યું તે જાણો…

તાલિબાન સતત વિકાસ અને લોકોના શાસનની વાત કરી છે. હવે તેમણે કાશ્મીર મુદ્દે પણ પોતાનું નિવેદન આપ્યું છે. 

Top Stories
kashmir123 કાશ્મીર મામલે તાલિબાનોએ શું કહ્યું તે જાણો...

અફઘાનિસ્તાન પર  તાલિબાનો એ કબજો કરી લીધા બાદમાં સમગ્ર વિશ્વમાં એક હલચલ મચી ગઇ છે .અફઘાનિસ્તાનના લોકો ડરે છે કે  ફરી પહેલા જેવા યુદ્ધનો સામનો કરવો પડશે, પરંતુ તાલિબાન સતત વિકાસ અને લોકોના શાસનની વાત કરી રહ્યા  છે. હવે તેમણે કાશ્મીર મુદ્દાએ પણ પોતાનું નિવેદન આપ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર તાલિબાનોએ કાશ્મીરના મુદ્દાને ભારત પાકિસ્તાનના વચ્ચેનો આંતરિક મામલો ગણાવ્યો છે. તાલિબાન તરફથી કહેવામાં આવ્યું છે કે તેમના એજન્ડામાં કાશ્મીર સામેલ નથી ,આ બન્ને દેશ વચ્ચેનો મુદ્દો છે.પરતું પાકિસ્તામનાં આતંકવાદી સંગઠનો લશ્કરે તૈયબા અને તહેરિકે  તાલિબાન  સ્થિત છે અને અફગાનિસ્તાનમાં પણ તેની ઉપસ્થિતિ છે.કાબુલમાં કેટલાક વિસ્તારમાં તાલિબાનોની મદદથી તેમના ચેક પોસ્ટ પણ બનેલા છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનનીએન્ટ્રી થયા બાદમાં કશ્મીરમાં પણ સુરક્ષા મજબૂત કરી દેવામાં આવી છે . કશ્મીરમાં એલઓસીથી તાલિબાનની ઉપલબ્ધિ હવે 400 કિલોમીટર દૂર  છે.કંદહાર હાઇજેક ઘટનામાં પાકિસ્તાની આતંકવાદીઓને તાલિબાનોએ મદદ કરી હતી.પાકિસ્તાનની ગુપતચર એજન્શી આઇએસઆઇ તાલિબાનોને પોતાના પ્રભાવમાં લેવા માટે પ્રટત્ન કરશેપરતું સત્તા મળતા જ તે શક્ય બનશે નહી.

 

આ પહેલા તાલિબાને ભારતને અફઘાનિસ્તાનમાં ચાલુ પ્રોજેક્ટ ચાલુ રાખવા અપીલ કરી હતી. તાલિબાનના પ્રવક્તા સુહેલ શાહીને પાકિસ્તાની ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું છે કે ભારતે અફઘાનિસ્તાનમાં તેના પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા જોઈએ, કારણ કે તે તમામ કામો અહીંના લોકો માટે છે.