Not Set/ ઓડિશા/ લોકમાન્ય તિલક એક્સ્પ્રેસ દુર્ઘટનાગ્રસ્ત, 40થી વધુ મુસાફરો ઘાયલ

ઓડિશાના કટકમાં ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી થયો છે. અહીં મુંબઇ-ભુવનેશ્વર લોકમાન્ય તિલક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. આ અકસ્માતમાં 20 લોકો ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે, જેમાં 6 ની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રેનના 7 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. કટકનાં સાલગાંવ અને નારગુંડી રેલ્વે સ્ટેશન વચ્ચે આ […]

Top Stories India
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi ઓડિશા/ લોકમાન્ય તિલક એક્સ્પ્રેસ દુર્ઘટનાગ્રસ્ત, 40થી વધુ મુસાફરો ઘાયલ

ઓડિશાના કટકમાં ટ્રેન અકસ્માતની ઘટના સામે આવી થયો છે. અહીં મુંબઇ-ભુવનેશ્વર લોકમાન્ય તિલક ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ છે. આ અકસ્માતમાં 20 લોકો ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે, જેમાં 6 ની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રેનના 7 કોચ પાટા પરથી ઉતરી ગયા છે. કટકનાં સાલગાંવ અને નારગુંડી રેલ્વે સ્ટેશન વચ્ચે આ અકસ્માત સર્જાયો છે. અકસ્માત બાદ રેલ્વેની એકસીડન્ટ મેડીકલ વાન ઘટના સ્થળે જવા રવાના થઈ છે.

મળતી માહિતી મુજબ ગુરુવારે સવારે સાત વાગ્યે આ અકસ્માત સર્જાયો હતો જ્યારે લોકમાન્ય તિલક એક્સપ્રેસની ટક્કર માલગાડી સાથે થઈ. પાટા પરથી ઉતરી પડેલા ડબ્બા અન્ય ટ્રેક પરની ટ્રેનના ગાર્ડ વાન સાથ ટકરાયા જેના કારણે અનેક મુસાફરો ઘાયલ થયા. આ અકસ્માતમાં ટ્રેનના 7 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતનું એક કારણ ધુમ્મસ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે, જેના કારણે દૃશ્યતા ઘણી ઓછી થઈ છે અને આ અકસ્માત થયો છે. જો કે, આ અકસ્માતમાં કોઈના મોત થયાની જાણ થઈ નથી. સ્થળ પર હાજર રાહત ટીમ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જઈ રહી છે.

આ ઘટના બાદ ઇસ્ટ કોસ્ટ રેલ્વેના મુખ્ય જનસંપર્ક અધિકારીનું નિવેદન બહાર આવ્યું છે. તેમનું કહેવું છે કે સાલગાંવ નજીક લોકમાન્ય તિલક એક્સપ્રેસના આઠ કોચ પાટા પરથી ઉતર્યા બાદ 20 લોકો ઘાયલ થયા છે. જો કે, આ અકસ્માતમાં કોઈ નુકસાન થયું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.