વિધાનસભા ચૂંટણી/ AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીની અપીલ, બુરખા અને હિજાબ પહેરીને મત આપવા જાઓ

ઓવૈસીએ ફિરોઝાબાદમાં જનસભાને સંબોધિત કરી હતી. તેમણે મંચ પરથી પૂછ્યું કે, “તમે 20મીએ વોટ આપવા જશો ત્યારે બુરખા અને માસ્ક પહેરશો. ડરશો નહીં

Top Stories India
OWASI11111 AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીની અપીલ, બુરખા અને હિજાબ પહેરીને મત આપવા જાઓ

AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ ફિરોઝાબાદમાં જનસભાને સંબોધિત કરી હતી. તેમણે મંચ પરથી પૂછ્યું કે, “તમે 20મીએ વોટ આપવા જશો ત્યારે બુરખા અને માસ્ક પહેરશો. ડરશો નહીં, શું તમે નારા લગાવશો.” આના પર લોકોનો અવાજ આવ્યો “અલ્લાહ હુ અકબર.”હિજાબનો વિવાદ હવે સંપૂર્ણ રાજકીય થઇ ગયો છે. આ મામલે હવે રાજકારણ થઇ રહ્યો છે. મતોનું ધુવ્રણીકરણ કરવા માટે રાજકારણ કરવામાં આવે છે.

યુપીમાં આજે કુલ 2.2 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. તે જ સમયે, ગોવામાં 11 લાખ મતદારો અને ઉત્તરાખંડમાં 81,43,922 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં નવ જિલ્લાઓમાં મતદાન થશે. યુપીમાં 7 તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. બીજા તબક્કામાં, રાજ્યના નવ જિલ્લા – સહારનપુર, બિજનૌર, મુરાદાબાદ, સંભલ, રામપુર, અમરોહા, બુદૌન, બરેલી અને શાહજહાંપુરની 55 વિધાનસભા બેઠકો માટે મતદાન થશે.