દેશભરનાં વિદ્યાર્થીઓ નાગરિકતા સુધારા કાયદાની વિરુદ્ધ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે, વિપક્ષી પક્ષો પણ આ કાયદાનો વિરોધ કરવા રસ્તે ઉતર્યા છે, દેશનાં ઘણા લોકોએ દિલ્હીનાં જામિયા નગર વિસ્તારમાં બનેલી હિંસા અને પોલીસ કાર્યવાહી સામે વિરોધ દર્શાવ્યો હતો. દેશની ઘણી યુનિવર્સિટીઓ પ્રદર્શન કરી રહી છે, દેશમાં કુલ 22 મોટા કેમ્પસ છે, જ્યાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, જામિયા હિંસા અંગે સુપ્રીમ કોર્ટમાં પણ આજે સુનવણી થવાની સંભાવના છે.
તો આ દરમિયાન, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) નાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સંઘનાં પ્રમુખ અને સીપીઆઈ નેતા કન્હૈયા કુમારે એકવાર ફરી આઝાદીનાં નારા લગાવ્યા હતા. જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીમાં થયેલી કથિત હિંસા બાદ કનૈયા કુમારે બિહારનાં પૂર્ણિયામાં ‘અમે લઇને રહીશું આઝાદી’ નાં નારા લગાવ્યા હતા.
કનૈયાએ કહ્યું કે, દેશનાં વિદ્યાર્થીઓ પર પોલીસનાં દમન અને બંધારણ તથા ગરીબ વિરોધી CAA-NRC ની વિરુદ્ધ પૂર્ણિયા (બિહાર) ની જનતાએ પોતાનો અવાજ બુલન્દ કર્યો છે, જનતા હવે સમજી રહી છે કે તેમના અસલ સવાલોને દબાવવા માટે આ સરકાર તેમને નાગરિકતા સિદ્ધ કરવા માટે સરકારી ઓફિસોનો બહાર લાઇનોમાં લગાવવા માંગે છે.
આ પહેલા પણ કન્હૈયા કુમારે સીએએ ઉપર મોદી સરકાર પર કટાક્ષ કર્યો હતો અને નાગરિકતા સુધારણા બિલને મોદી સરકારનું એક નવુ ટ્રેપ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર શિક્ષણ, બેરોજગારી જેવા વાસ્તવિક મુદ્દાઓથી લોકોનું ધ્યાન હટાવવા માટે નાગરિકતા સુધારણા બિલ લાવી રહી છે. જેથી લોકો તેમની નાગરિકતા સાબિત કરવામાં વ્યસ્ત રહે.
કન્હૈયા કુમારે ટ્વિટ કરતા લખ્યું – એક બાળક ભૂખથી રડતો હતો અને તેના પિતા પાસે ખોરાક માંગતો હતો.પાપાએ તેને અલમારી ઉપર બેસાડી દીધો. હવે તે બાળક ભૂખ ભૂલીને અલમારીથી નીચે ઉતરવા માટે રડવા લાગ્યો. રમતને સમજો. તમારા બાળકોને શિક્ષણ અને રોજગારની જરૂર છે આ લોકો તેમની નાગરિકતા સાબિત કરવાની જાળમાં તમને બધાને મૂંઝવણમાં મૂકવા માંગે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.