GujRERA/ ગુજરેરા દ્વારા QPR સબમિટ કરાવાની તારીખ 21મી ફેબ્રુઆરી સુધી લંબાવાઈ

રેરા 2.0 પોર્ટલ વધુ સારી રીતે કામ કરી શકે છે તે સુનિશ્ચિત કર્યું છે. પણ જૂના પોર્ટલ પરથી નોંધાયેલા પ્રોજેક્ટને ટ્રાન્સફર કરવામાં કેટલીક સમસ્યાઓ નડી રહી છે. નવા પોર્ટલ માટે પ્રમોટર એનરોલમેન્ટની જરૂર પડે છે, જે અગાઉના એટલે કે જૂના પોર્ટલ પર ફરજિયાત ન હતું. 

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 09T172422.725 ગુજરેરા દ્વારા QPR સબમિટ કરાવાની તારીખ 21મી ફેબ્રુઆરી સુધી લંબાવાઈ

Ahmedabad News: ગુજરાત રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીએ (Gujarat Real Estate Authority) જૂના પોર્ટલ પરથી નવા RERA 2.0 પોર્ટલ પર જવામાં સમસ્યાઓ થઈ રહી હોવાની ડેવલપર્સ (Developers) તરફથી મળતી ફરિયાદો બાદ ડિસેમ્બર 2023ના ત્રિમાસિક ગાળા માટે ત્રિમાસિક પ્રગતિ અહેવાલ (QPR) સબમિટ કરવાની સમયમર્યાદા (Time limit) 21 ફેબ્રુઆરી સુધી લંબાવી છે. સૂત્રો મુજબ, લગભગ 70% ડેવલપર્સે માઈગ્રેશન પ્રક્રિયા (Migration Process) પૂર્ણ કરી લીધી છે અને નવા પોર્ટલને લગતી સમસ્યાઓનો પણ ટૂંક સમયમાં ઉકેલ આવી જશે.

એવું પણ જાણવા મળ્યુ છે કે, રેરા 2.0 પોર્ટલ વધુ સારી રીતે કામ કરી શકે છે તે સુનિશ્ચિત કર્યું છે. પણ જૂના પોર્ટલ પરથી નોંધાયેલા પ્રોજેક્ટને ટ્રાન્સફર કરવામાં કેટલીક સમસ્યાઓ નડી રહી છે. નવા પોર્ટલ માટે પ્રમોટર એનરોલમેન્ટની જરૂર પડે છે, જે અગાઉના એટલે કે જૂના પોર્ટલ પર ફરજિયાત ન હતું.

ડેવલપર નવા પોર્ટલ પર પ્રમોટર (Promoter) તરીકેની નોંધણી કર્યા વિના ફાઇનાન્સ, નવી બુકિંગ અને પ્રોજેક્ટ કન્સ્ટ્રક્શન પ્રોગ્રેસ વગેરેની વિગતો સાથે Quearterly Progressive Report સબમિટ કરી શકશે નહીં. ઘણા ડેવલપર્સ આ ફેરફારથી વાકેફ ન હતા. તેમની ટ્રાન્સફર પ્રોસેસ પૂરી કરી શક્યા ન હતા.

વધુમાં, નવા પોર્ટલમાં ટેકનિકલ સમસ્યાઓ પણ છે. અત્યાર સુધીમાં 7,500 ડેવલપર્સમાંથી 5,000 ડેવલપર્સની નોંધણી કરાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શું PayTm કંપનીને ખરીદી લેવામાં આવી છે… જાણો કયા નામથી ઓળખાશે

આ પણ વાંચો: 

આ પણ વાંચો:રવિન્દ્ર જાડેજા/મારા પરના આરોપો અર્થહીનઃ અમારી છબી ખરડવાનો પ્રયાસ