Gujarat Weather/ આગામી દિવસોમાં રાજ્યમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થશે, જાણો કયા દિવસે ઠંડીનું પ્રમાણ વધારે રહેશે…

હવામાન (Weather) નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 10 થી 12 ફેબ્રુઆરીમાં ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના (Prediction) વધુ છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં તાપમાનમાં મોટો ઘટાડો થવાનું અનુમાન છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 09T180304.056 આગામી દિવસોમાં રાજ્યમાં ગુલાબી ઠંડીનો અહેસાસ થશે, જાણો કયા દિવસે ઠંડીનું પ્રમાણ વધારે રહેશે...

Gujarat Weather News: રાજ્યમાં આગામી દિવસોમાં ફરીથી કડકડતી ઠંડી (Cold)નો અહેસાસ થવાનો છે. હવામાન (Weather) નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 10 થી 12 ફેબ્રુઆરીમાં ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના (Prediction) વધુ છે. ઉત્તર ગુજરાત અને કચ્છમાં તાપમાનમાં મોટો ઘટાડો થવાનું અનુમાન છે. ખેડૂતોના પાકને પણ નુકસાન થવાની ભીતિ થઈ રહી છે.

જીરૂ વાવવાની યોગ્ય પદ્ધતિ અને બીયારણનું પ્રમાણ કેટલુ હોવુ જોઈએ

ગુજરાત રાજ્યમાં લોકોને ફરીથી ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. ઠંડીનું મોજું ફરી વળતાં વાદળો પણ ઘેરાશે તેવી સંભાવના છે. રાજ્યમાં આગામી દિવસો 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થશે. ઉત્તર ગુજરાત અને કચ્છ જીલ્લામાં તાપમાન 9 ડિગ્રીથી પણ ઓછું રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનમાં ઘટાડો થતાં શહેરીજનોએ સ્વેટર, મફલર પહેરીને ઘરની બહાર નીકળવું પડશે.

વાતાવરણમાં ફેરબદલ થવાથી પાકોમાં રોગચાળો ફેલાઈ શકે છે, ખેડૂતોના રવિ પાક જેમકે, જીરાની ખેતીને રોગ થઈ શકે છે તેવી સંભાવના છે. પવનની લહેરોથી ઊભા પાકને નુકસાન થઈ શકે છે. 19 ફેબ્રુઆરીથી વાતાવરણ સાનુકૂળ થઈ શકે છે. 12 થી 15 ફેબ્રુઆરીએ રાજ્યમાં અનેક વિસ્તારોમાં વાદળો ઘેરાશે. 19 થી 22 ફેબ્રુઆરીએ દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં વાદળો ઘેરાશે. જેથી ઊભા પાકને સીધી અસર થઈ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:શું PayTm કંપનીને ખરીદી લેવામાં આવી છે… જાણો કયા નામથી ઓળખાશે

આ પણ વાંચો:રાજ્યપાલ દ્વારા એનસીસી કેડેટ્સનું રાજભવન ખાતે સન્માન કરાયું

આ પણ વાંચો:અલંગ યાર્ડમાં લોખંડની પ્લેટ પડતા કામદારનું મોત

આ પણ વાંચો:પાટનગરમાં આવકવેરા વિભાગના દરોડા, વેપારીઓમાં ફફડાટ