NCC cadets/ રાજ્યપાલ દ્વારા એનસીસી કેડેટ્સનું રાજભવન ખાતે સન્માન કરાયું

રાજ્યપાલે જણાવ્યું હતું કે, એનસીસી ફક્ત યુનિફોર્મ પહેરીને પરેડ કરવાની કોઈ પ્રક્રિયા નથી. એનસીસીના વિદ્યાર્થી જવાબદાર નાગરિક તરીકે સમાજની પ્રત્યેક જરૂરિયાતોના સમયે પોતાની સેવાઓ આપવા તત્પર રહે છે. નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે પૂરુ ભારત એક જગ્યાએ એકત્રિત થાય છે. આ પરેડમાં ભાગ લેનારી વ્યક્તિની…………….

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 09T135316.680 રાજ્યપાલ દ્વારા એનસીસી કેડેટ્સનું રાજભવન ખાતે સન્માન કરાયું

Gujarat News: ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુરૂવારે રાજભવન ખાતે એનસીસી ગુજરાતના શ્રેષ્ઠ કેડેટ્સનું સન્માન કર્યુ હતું. નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે પરેડમાં ભાગ લઈને પાછા ફરેલા કેડેટ્સનું ગાંધીનગર રાજભવનમાં ‘એટહોમ’ ઉત્સવનું આયોજન કરી મેડલ આપી સન્માનિત કરાયા હતા. રાજ્યપાલે એનસીસીથી જોડાયેલા તમામ યુવાઓને શુભકામનાઓ પાઠવી હતી.

WhatsApp Image 2024 02 09 at 1.51.05 PM 2 રાજ્યપાલ દ્વારા એનસીસી કેડેટ્સનું રાજભવન ખાતે સન્માન કરાયું

રાજ્યપાલે જણાવ્યું હતું કે, એનસીસી ફક્ત યુનિફોર્મ પહેરીને પરેડ કરવાની કોઈ પ્રક્રિયા નથી. એનસીસીના વિદ્યાર્થી જવાબદાર નાગરિક તરીકે સમાજની પ્રત્યેક જરૂરિયાતોના સમયે પોતાની સેવાઓ આપવા તત્પર રહે છે. નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે પૂરુ ભારત એક જગ્યાએ એકત્રિત થાય છે. આ પરેડમાં ભાગ લેનારી વ્યક્તિની પ્રતિભા નિખરે છે અને આત્મવિશ્વાસ વધે છે. તેમણે આ અવસરે કહ્યું હતું કે, દેશભક્તિ અને અનુશાસનથી ઓતપ્રોત એનસીસીના વિદ્યાર્થી ભારતની સંપત્તિ છે.

WhatsApp Image 2024 02 09 at 1.51.05 PM 1 રાજ્યપાલ દ્વારા એનસીસી કેડેટ્સનું રાજભવન ખાતે સન્માન કરાયું

એનસીસી ગુજરાતના મહાનિદેશક મેજર જનરલ રમેશ ષણમુગમે કહ્યું કે, ગુજરાતના 33 જિલ્લાઓની 1000 શાળા-કોલેજોમાં 70670 યુવા એનસીસી સક્રિય રીતે જોડાયેલા છે. આ વર્ષે 119 કેડેટ્સનું સિલેકશન કરવામાં આવ્યું હતું.

ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવાવાળા કેડેટ્સ કશીશ કંસારા, અશુલ ખંડેલવાલ, દેવી શિવરામન, ઋષભ ત્રિપાઠી, પ્રિયા ચૌધરી, નિતિકા સિંહ, અસ્મિતા ભરાલીને રાજ્યપાલે મેડલ અર્પણ કર્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અલંગ યાર્ડમાં લોખંડની પ્લેટ પડતા કામદારનું મોત

આ પણ વાંચો:પાટનગરમાં આવકવેરા વિભાગના દરોડા, વેપારીઓમાં ફફડાટ