Covid-19/ ભારત સહિત વિશ્વમાં કોરોનાનાં 20.26 કરોડથી વધુ કેસ નોંધાયા, મૃત્યુઆંક થયો 43.2 લાખ

ભારત સહિત વિશ્વમાં કોરોનાનાં 20.26 કરોડથી વધુ કેસ નોંધાયા છે અને આ રોગચાળાથી મૃત્યુઆંક વધીને 43.2 લાખ થયો છે.

Top Stories Trending
ipl2020 31 ભારત સહિત વિશ્વમાં કોરોનાનાં 20.26 કરોડથી વધુ કેસ નોંધાયા, મૃત્યુઆંક થયો 43.2 લાખ

સમગ્ર વિશ્વમાં કોરોનાનાં 20.26 કરોડથી વધુ કેસ નોંધાયા છે અને આ રોગચાળાથી મૃત્યુઆંક વધીને 43.2 લાખ થયો છે. જ્હોન્સ હોપકિન્સ યુનિવર્સિટીનાં ગુરુવારે સવારનાં તાજેતરનાં અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ જાહેર કર્યું કે, વર્તમાન વૈશ્વિક કેસો, મૃત્યુઆંક અને રસીકરણની સંખ્યા અનુક્રમે 20,46,26,055, 43,23,778 અને 4,52,78,16,903 છે.

આ પણ વાંચો – Burj Khalifa Emirates Ad / વિશ્વની સૌથી ઉંચી ઇમારત બુર્જ ખલીફાની ટોચ પર ઉભા રહીને જાહેરાત શૂટ કરવામાં આવી, આવો જોઈએ રોમાંચક વિડીયો

1 33 ભારત સહિત વિશ્વમાં કોરોનાનાં 20.26 કરોડથી વધુ કેસ નોંધાયા, મૃત્યુઆંક થયો 43.2 લાખ

દુનિયામાં કોરોનાનાં કેસ અને મોતનો આંકડો

સીએસએસઈનાં જણાવ્યા અનુસાર, વિશ્વમાં સૌથી વધુ કેસો અને મોતનો આંક અનુક્રમે :  3,61,85,761 અને 6,18,454 ની સાથે અમેરિકા સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. 3,20,36,511 કેસ સાથે ભારત બીજા ક્રમે છે. બ્રાઝિલ (2,02,45,085), ફ્રાન્સ (64,40,082), રશિયા (64,25,918), યુકે (61,76,023), તુર્કી (59,96,194), આર્જેન્ટિના (50,52,884), કોલંબિયા (48,52,323), સ્પેન (4,66,04,24,23,423) , જર્મની (38,08,838), ઇન્ડોનેશિયા (37,49,446) અને મેક્સિકો (30,20,596) છે. 5,65,748 મૃત્યુ સાથે બ્રાઝિલ બીજા ક્રમે છે. ભારત (4,29,669), મેક્સિકો (2,46,203), પેરુ (1,97,102), રશિયા (1,64,413), યુકે (1,30,921), ઇટાલી (1,28,304), કોલંબિયા (1,22,953), ફ્રાન્સ (1,12,620) , ઇન્ડોનેશિયા (1,12,198) અને આર્જેન્ટિના (1,08,388) માં આ રોગચાળાને કારણે એક લાખથી વધુ લોકોનાં મોત થયા છે.

આ પણ વાંચો – OMG! / ગુજરાતના આ મંદિર જ્યાં પ્રાચીન કાળી માટીના માટલાંમાં 600 વર્ષથી એવુંને એવું ઘી સચવાયેલું છે, દુર્ગંધ કે જીવાત પણ પડતી નથી

1 35 ભારત સહિત વિશ્વમાં કોરોનાનાં 20.26 કરોડથી વધુ કેસ નોંધાયા, મૃત્યુઆંક થયો 43.2 લાખ

ભારતમાં કોરોનાનાં કેસ અને મોતનો આંકડો

કોરોના વાયરસનાં દૈનિક કેસો અને સક્રિય દર્દીઓની સંખ્યામાં ફરી એકવાર તેજી જોવા મળી છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે ગુરુવારે આંકડા જાહેર કરતા કહ્યું કે, છેલ્લા એક દિવસમાં સંક્રમણનાં 41,195 નવા કેસ મળી આવ્યા છે, જ્યારે કોરોના વાયરસનાં કારણે 490 લોકોએ જીવ ગુમાવ્યો છે. અગાઉ બુધવારે કોરોના વાયરસનાં દૈનિક કેસોની સંખ્યા 38,353 હતી. નવા દર્દીઓ મળ્યા પછી, દેશમાં કોરોના વાયરસનાં કેસોની કુલ સંખ્યા વધીને 3,20,77,706 થઈ ગઈ છે અને મૃત્યુઆંક વધીને 4,29,669 થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસમાંથી ઠીક થનારા દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે, જેના કારણે સક્રિય કેસ વધીને 3,87,987 થઈ ગયા છે. જોકે, દેશમાં કોરોના વાયરસનાં કુલ કેસોનાં માત્ર 1.21 ટકા સક્રિય કેસ છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, કોરોના વાયરસ સંક્રમણથી મૃત્યુ પામેલા 3,12,60,050 દર્દીઓ અત્યાર સુધી ઠીક થયા છે. આ સિવાય દેશનાં વિવિધ રાજ્યોમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસ રસીનાં કુલ 52,32,53,450 ડોઝ આપવામાં આવ્યા છે.