ram mandir/ અયોધ્યામાં આતંકવાદી હુમલાના સંકેતને પગલે ખળભળાટ

નેતાઓ-અધિકારીઓ પર હુમલા કરી માહોલ ખરાબ કરવાની ફિરાકમાં આતંકવાદી

Top Stories India
YouTube Thumbnail 2024 01 11T144141.342 અયોધ્યામાં આતંકવાદી હુમલાના સંકેતને પગલે ખળભળાટ

@નિકુંજ પટેલ

કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ કટ્ટરપંથીઓ અવારનવાર એક સમુદાયને ભડકાવવાની કોશિષ કરી રહ્યા છે. રાષ્ટ્રવિરોધી જૂથોએ આંતરરાષ્ટ્રીય સમુદાયો સામે ભારત વિરોધી વાતાવરણ ઉભુ કરવા માટે સોશિયલ મીડિયા માટે અનેક પોસ્ટ તૈયાર કરી છે.

અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા આતંકી હુમલાનો એલર્ટ મળ્યો છે. વિવિધ એજન્સીઓએ માહિતી આપી છે કે આતંકવાદીઓ નેતાઓ અને અધિકારીઓ ઉપર હુમલો કરવાની અને વાતાવરણ ખરાબ કરવાની તૈયારીમાં છે. કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે કટ્ટરપંથીઓ અવારનવાર એક ચોક્કસ સમુદાયને ભડકાવવાની કોશિષ કરી રહ્યા છે. તેમણે તાજેતરના ઈઝરાયલ-હમાસ યુધ્ધમાં ઈઝરાયલની તરફેણમાં ભારત સરકારના રવૈયાનો પણ ઉપયોગ કર્યો છે.

એલર્ટ બાદ કેન્દ્રીય એજન્સીઓએ આ ખતરાનો સામનો કરવા માટે ઉચ્ચસ્તરીય મિટીંગ બોલાવી હતી. રામ જન્મભુમિ સમારોહ દરમિયાન બંદોબસ્તમાં મુકાયેલી તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવા કહેવામાં આવ્યું છે. ઉત્તરપ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં અશાંતિ ફોલાવવાની કોશિષ કરાય તેવા પણ ઈનપુટ મળ્યા છે. રાષ્ટ્ર વિરોધી સમુહોએ આંતરરાષ્ટ્રીય સમુદાયો સમક્ષ ભારત વિરૂધ્ધ માહોલ બનાવવા માટે સોશિયલ મીડિયા માટે અનેક પોસ્ટ તૈયાર કરી છે.

અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનવા જઈ રહ્યું છે. અયોધ્યામાં વિકાસના તમામ કામો ઝડપથી કરવામાં આવી રહ્યા છે. 22 જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે

આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે હાજર રહેશે. સાથે જ વિપક્ષી દળોના નેતાઓ, સાધુ-સંતોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ક્રાયક્રમમાં ભાગ લેવા અનેક લોકો અયોધ્યા આવશે. પરંતુ આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા ઉપસ્થિત નહી રહે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્દુ ખડગે અને સોનિયા ગાંધીએ રામલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત રહેવાનો ઈન્કાર કરી દીધો છે. જેના કારણે રાજકારણ ગરમાયુ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર

આ પણ વાંચો:વંથલીમાં સિંહના આંટાફેરા, સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ

આ પણ વાંચો:ખંભાતમાં રો-મટીરીયલ મોંઘુ થતા પતંગના ભાવમાં 15 થી 20% નો વધારો

આ પણ વાંચો:અંકલેશ્વરનો યુવાન સુરતમાં કરોડોનું ફુલેકુ ફેરવી ગયો….