abudhabi/ અબુધાબીમાં ભવ્ય હિન્દુ મંદિર તૈયાર ’14 ફેબ્રુઆરીના રોજ PM મોદીના હસ્ત થશે ઉદ્ઘાટન’

અબુધાબીમાં ભવ્ય હિન્દુ મંદિરનું PM મોદી ઉદ્ઘાટન કરશે. આ ભવ્ય મંદિરના નિર્માણ કાર્ય પાછળ અંદાજે 700 કરોડના ખર્ચે થયો હોવાનું અનુમાન છે. આ મંદિરનો શિલાન્યાસ પીએમ મોદીએ જ વર્ષ 2018માં કર્યો હતો.

Top Stories Gujarat World
Mantay 3 1 અબુધાબીમાં ભવ્ય હિન્દુ મંદિર તૈયાર ’14 ફેબ્રુઆરીના રોજ PM મોદીના હસ્ત થશે ઉદ્ઘાટન’

સંયુક્ત આરબ અમીરાતમાં (UAE) ભવ્ય હિન્દુ મંદિર બનાવવામાં આવ્યું છે. આ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરીના રોજ થશે. UAEના રાજદૂત અબ્દુલનાસર અલશાલીએ હિન્દુ મંદિરના ઉદ્ઘાટનને લઈને ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે આ દિવસ બંને દેશો માટે ઐતિહાસિક બની રહેશે. આ મંદિર ભારત અને UAEના સંબંધો વધુ ગાઢ બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા UAEના હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. પીએમ મોદી દ્વારા 11 ફેબ્રુઆરી 2018ના રોજ યુએઈની રાજધાની અબુધાબીમાં પહેલા હિન્દુ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

sw41696721991 1704001771 અબુધાબીમાં ભવ્ય હિન્દુ મંદિર તૈયાર ’14 ફેબ્રુઆરીના રોજ PM મોદીના હસ્ત થશે ઉદ્ઘાટન’

અબુધામીમાં હિન્દુ મંદિર સ્વામિનારાયણ સંસ્થા BAPS દ્વારા બનાવવામાં આવ્યું છે. UAEના રાજદૂત વધુમાં કહ્યું કે, “અમે 14 ફેબ્રુઆરીના રોજ ઉદ્ઘાટનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. તે અભૂતપૂર્વ સ્મારક દિવસ હશે. તે અમારા સંબંધોને વધુ સુધારવાનો દિવસ હશે.” નોંધનીય છે કે ગાંધીનગર ખાતે યોજાયેલ ગુજરાત વાઈબ્રન્ટ સમિટ દરમ્યાન વડાપ્રધાન મોદીએ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે અમદાવાદમાં રોડ શો કર્યો હતો.

સંબંધો વાઈબ્રન્ટ બન્યા

વાઈબ્રન્ટ સમિટ દરમ્યાન બંને દેશો વચ્ચે ગ્રીડ કનેક્ટિવિટીની શક્યતાઓ શોધવા માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હોવાનું વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ માહિતી આપતા જણાવ્યું. તેમણે કહ્યું કે રિન્યુએબલ એનર્જી પર એક કરાર છે, જેમાં ગ્રીન હાઇડ્રોજન અને સોલર એનર્જી પણ સામેલ છે. ઉપરાંત લોજિસ્ટિક્સ, હેલ્થ ઈનોવેશન્સ અને ફૂડ પાર્કની સ્થાપના સાથે સંબંધિત સમજૂતી પર પણ કરાર કરાયા છે. આ કરારથી વૈશ્વિક પડકારોને પહોંચી વળવા અને બધા માટે સ્થિરતા અને સમૃદ્ધિ હાંસલ કરવામાં વધુ સહાયરૂપ બનતા આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે.

અબુધાબીમાં ‘અહલાન મોદી’નું આયોજન

14 ફેબ્રુઆરીએ અબુધાબીના હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન થશે. જ્યારે તેના અગાઉના દિવસે એટલે કે 13 ફેબ્રુઆરીના રોજ પીએ મોદીને લઈને એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું શીર્ષક ‘અહલાન મોદી’ છે, જેનો અનુવાદ ‘હેલો મોદી’ થાય છે. આ કાર્યક્રમ અબુ ધાબીના શેખ જાયદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં યોજાવમાં આવશે. નોંધનીય છે કે યુએઈમાં સાઉદી અરેબિયા અને અમેરિકા કરતા 3.5 મિલિયન જેટલા વિદેશી ભારતીયો રહે છે. આ સંખ્યા દર્શાવે છે કે વિદેશોમાં ભારતીયોની લોકપ્રિયતા વધી રહી છે. આથી ભારતીયોના આસ્થાના પ્રતિક સમા હિન્દુ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું.

download અબુધાબીમાં ભવ્ય હિન્દુ મંદિર તૈયાર ’14 ફેબ્રુઆરીના રોજ PM મોદીના હસ્ત થશે ઉદ્ઘાટન’

2015થી નિર્માણકાર્ય શરૂ થયુ

અબુધાબીમાં પહેલા હિંદુ મંદિરનું મોટાભાગનું નિર્માણકાર્ય સંપન્ન થયું હોવાથી 14મી ફેબ્રુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મંદિરનો શિલાન્યાસ પીએમ મોદીએ જ વર્ષ 2018માં કર્યો હતો. વર્ષ 2015થી આ મંદિર નિર્માણનું કામ શરૂ થયું હતું. આ મંદિર 1 હજાર વર્ષ સુધી અડીખમ રહી શકે તેવી રીતે BAPS દ્વારા ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે.

પશ્ચિમ એશિયાનું સૌ પ્રથમ હિન્દુ મંદિર

અબુધાબીમાં બનતું મંદિર UAEમાં જ નહીં પણ પશ્ચિમ એશિયામાં સૌ પ્રથમ હિન્દુ મંદિર છે. યુએઈમાં અંહીની વસ્તીના લગભગ 30 ટકા ભારતીયોની વસવાટ કરી રહ્યા છે. અંદાજ મુજબ અંહીયા 26 લાખ ભારતીયો રહે છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા યુએઈની રાજધાની અબુધાબીમાં બનતા હિંદુ મંદિરનું કામકાજ સંભાળી રહી છે. આ ભવ્ય મંદિરના નિર્માણ કાર્ય પાછળ અંદાજે 700 કરોડના ખર્ચે થયો હોવાનું અનુમાન છે. 70 હજાર સ્કવેયરફૂટમાં પથરાયેલ મંદિરમાં 2000થી વધુ કલાકૃતિઓ લગાવવામાં આવશે.

abudhabi 1 image d અબુધાબીમાં ભવ્ય હિન્દુ મંદિર તૈયાર ’14 ફેબ્રુઆરીના રોજ PM મોદીના હસ્ત થશે ઉદ્ઘાટન’

BAPS સંસ્થાએ આપ્યું પીએમ મોદીને આમંત્રણ

BAPS સ્વામિનારાયણ સંસ્થાના સહયોગથી આ ભવ્ય મંદિર તૈયાર કરવા માટે મોટી સંખ્યામાં કલાકારો, મજૂરો અને એન્જિનિયરોએ સાથે મળીને કામ કર્યું છે. ગયા મહિને, બોચાસણ નિવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) હિન્દુ મંદિર વતી સ્વામી ઈશ્વરચરણદાસ અને સ્વામી બ્રહ્મવિહારીદાસએ પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું. અને  પીએમ મોદીએ હિંદુ મંદિરના ઉદ્ઘાટન માટે BAPSના આમંત્રણનો સહર્ષ સ્વીકાર કર્યો છે. 14મી ફેબ્રુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે પીએમ મોદી હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર

આ પણ વાંચો:વંથલીમાં સિંહના આંટાફેરા, સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ