અમદાવાદ,
અમદાવાદના કાંકરિયામાં ડિસ્કવરી રાઇડ તૂટતા એક યુવક અને એક યુવતી એમ બે લોકોનાં મોત થઇ ગયા છે અને 30 લોકોને ઇજાઓ થઇ છે, રવિવારે સાંજે કાંકરિયાના એડવેન્ચર પાર્કમાં ડિસ્કવરી નામની રાઇડ તૂટી પડતા ચકચાર મચી ગઈ હતી.
આપને જણાવીએ કે રાઇડ તૂટી અને તેમાં બેઠલા બે લોકોના મોત થતાં તંત્ર દોડતું થઇ હતું. મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરા ઘટનાની જાણ થતાં જ તરત જ ઘટના સ્થળ પર પહોંચી આવ્યા હતા.
ઘટનામાં જે એક મહિલા અને એક યુવક એમ બે લોકોના મોત થયા છે મોતના પગલે તમના પરિવારજનોમાં શોકની લાગણી પસરી ગઈ છે.
દાણીલીમડામાં રહેતા 22 વર્ષિયી મહમદ ઝૈદ આર મોમીનનું ઘટના સ્થળે જ મોત થયું છે. મહમદ ચાર બહેનોનો એકના એક ભાઇનો આ જીવલેણ રાઈડએ ભોગ લીધો છે.
રવિવારે બનેલી રાઇડ્સ દુર્ઘટનામાં 22 વર્ષિયી મહમદ ઝૈદ આર મોમીનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની ખાસ વાત એ છે કે આ 22 વર્ષીય યુવક તેની ચાર બહેનોનો એકનો એક ભાઈ હતો એન આ રાઇડ્સ દુર્ઘટનામાં મામીન પરિવારનો એકના એક કુળદિપક બુજાઓ હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.