Dwarka/ એરફોર્સ કોલોનીમાં નકલી આર્મી કેપ્ટનની ઓળખ આપનારા શખ્સ સામે ગુનો

આર્મીના કેપ્ટન ન હોવા છતાં પણ આ પ્રકારના ખોટા કાર્ડ બનાવી અને તેનો ખરા તરીકે ઉપયોગ કરીને આર્મીના કેપ્ટન તરીકેની ખોટી……

Gujarat
Beginners guide to 2024 03 16T191433.556 એરફોર્સ કોલોનીમાં નકલી આર્મી કેપ્ટનની ઓળખ આપનારા શખ્સ સામે ગુનો

Dwarka News: દ્વારકામાં આવેલી એરફોર્સ કોલોની પાસે એક શખ્સે પોતે આર્મીનો કેપ્ટન હોવાનું નકલી આઈ-કાર્ડ બતાવી અને ખોટી ઓળખ ઊભી કરતા આ અંગે એરફોર્સના અધિકારી દ્વારા ભીમરાણાના શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

દ્વારકામાં એરફોર્સના અધિકારી પ્રવિણકુમાર અજયકુમાર પાંડે દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ 14 માર્ચના રોજ સાંજે ફરજ પર રહેલા ડી.એમ.સી. સિક્યુરિટી ગાર્ડ તેમજ એરફોર્સ અધિકારી પ્રવીણકુમાર પાંડે વગેરેને આર્મીના કેપ્ટન અંગેની ઓળખ આપતું નકલી આઈ-કાર્ડ, સર્વિસ કાર્ડ તથા લિકવર અને ગ્રોસરી કાર્ડ બતાવી અને દ્વારકા તાલુકાના ભીમરાણા ગામે રહેતા મહેશ અરવિંદ ચાસિયા નામના શખ્સ દ્વારા ખોટી ઓળખ ઊભી કરવામાં આવી હતી.

આર્મીના કેપ્ટન ન હોવા છતાં પણ આ પ્રકારના ખોટા કાર્ડ બનાવી અને તેનો ખરા તરીકે ઉપયોગ કરીને આર્મીના કેપ્ટન તરીકેની ખોટી ઓળખ આપીને ઠગાઇ કરવામાં આવી હોવાનું આ ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે એરફોર્સના અધિકારી પ્રવીણકુમાર પાંડેની ફરિયાદ પરથી ભીમરાણાના મહેશ અરવિંદ ચાસીયા સામે ગુનો નોંધી, આગળની વધુ તપાસ દ્વારકાના પી.એસ.આઈ. આર.વી. રાઠોડ દ્વારા હાથ ધરવામાં આવી છે.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, હનુમાનના દર્શન કરી પ્રચાર શરૂ કરશે

આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો