Gandhinagar/ દારૂબંધી માત્ર કાગળ પર, સ્ટેટ મોંનીટરિંગ સેલ એ જડપ્યો અધધ દારૂ, સ્થાનિક પોલીસ અને LCB નિષ્ક્રિય?

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલનો મોટો સપાટો બોલાવ્યો છે. બાકરોલ જી આઈ ડી સી માંથી દારૂનું ગોડાઉન જડપી પાડ્યુ છે. જણાવી દઇએ કે, બાકરોલ જી આઈ ડી સી માં આવેલા શિવભૂમિ એસ્ટેટમાંથી આ ગોડાઉન જડપ્યું છે…

Gujarat Others
Makar 15 દારૂબંધી માત્ર કાગળ પર, સ્ટેટ મોંનીટરિંગ સેલ એ જડપ્યો અધધ દારૂ, સ્થાનિક પોલીસ અને LCB નિષ્ક્રિય?

@રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલનો મોટો સપાટો બોલાવ્યો છે. બાકરોલ જી આઈ ડી સી માંથી દારૂનું ગોડાઉન જડપી પાડ્યુ છે. જણાવી દઇએ કે, બાકરોલ જી આઈ ડી સી માં આવેલા શિવભૂમિ એસ્ટેટમાંથી આ ગોડાઉન જડપ્યું છે.

Makar 16 દારૂબંધી માત્ર કાગળ પર, સ્ટેટ મોંનીટરિંગ સેલ એ જડપ્યો અધધ દારૂ, સ્થાનિક પોલીસ અને LCB નિષ્ક્રિય?

ગુજરાતમાં દારૂ બંધી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, બાકરોલ જી આઈ ડી સી માં આવેલા શિવભૂમિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિભાગ 2 માં એક ગોડાઉનમાં મોટી માત્રામાં દારૂ ઉતારવામાં આવ્યો છે, જેને લઈને ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને રેડ કરવામાં આવી હતી. રેડને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો હાથે લાગી ગયો હતો. આ રેડમાં 1000 કરતાં પણ વધારે દારૂની પેટીઓ મળી આવી હતી અને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ રેડમાં 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જો કે અહી હવે સવાલ એ ઊભો થાય છે કે ગુજરાતમાં દારૂ બંધી છે કે નહી? કોની રહેમ નજર હેઠળ આટલી મોટી માત્રામાં દારૂ મંગાવામાં આવ્યો છે? શું આ મામલે સ્થાનિક પોલીસની રહેમ કે બેદરકારી ? વળી લોકલ એલસીબી પણ ઊંઘતી રહી? હવે શું સ્થાનિક પોલીસ વિરુદ્ધ ડીજીપી આશિષ ભાટિયા કરશે તપાસ ? આ દરેક સવાલોનો જવાબ મળે છે કે નહી તે આવતા સમયમાં હવે જોવુ રહ્યુ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો