Gandhinagar/ તો શું ખરેખર રાજ્યનાં પાટનગરને મળશે નવા પોલીસ કમિશનર?

રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં પોલીસ કમિશનર બનાવવા માટે કાર્યવાહી આરંભી દેવામાં આવી છે. વર્ષ 2021 માં ગાંધીનગરમાં પોલીસ કમિશનર હશે અને આ રીતે રાજ્યમાં પાંચમો પોલીસ કમિશનર વિસ્તાર બનશે…

Gujarat Others
Police Commissioner તો શું ખરેખર રાજ્યનાં પાટનગરને મળશે નવા પોલીસ કમિશનર?

રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં પોલીસ કમિશનર બનાવવા માટે કાર્યવાહી આરંભી દેવામાં આવી છે. વર્ષ 2021 માં ગાંધીનગરમાં પોલીસ કમિશનર હશે અને આ રીતે રાજ્યમાં પાંચમો પોલીસ કમિશનર વિસ્તાર બનશે. અમદાવાદ અને ગાંધીનગર જોડિયા નગર બની ગયા છે. રાજ્યનાં પાટનગર ગાંધીનગરને હવે પોલીસ કમિશનરેટ વિસ્તાર બનાવવાની પ્રક્રિયા વેગવાન બનાવવામાં આવી છે અને અંદાજ પ્રમાણે 26 મી જાન્યુઆરીએ એલાન થઇ શકે છે.

2020 નું વર્ષ દુનિયા માટે ઐતિહાસિક બની ગયુ છે જેનું કારણ કોરોનાં વાયરસ છે, અનેક લોકોએ પોતાનાં જીવ ગુમાવ્યા છે, તેવામાં વર્ષ 2021 વિશ્વ માટે સુખાકારી થાય તેવી પ્રાર્થના કરાઇ રહી છે, ગુજરાતને આ વર્ષે વધુ એક પોલીસ કમિશનર મળવાના છે, ગુજરાત સરકારે ગાંધીનગર જિલ્લાને પોલીસ કમિશનરેટ વિસ્તાર કરવાનો નિર્ણય લીધો છે. ગાંધીનગરમાં થતી VVIP મુવમેન્ટ અને સીએમનાં કાર્યક્રમો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે ગાંધીનગર શહેરમાં આવતા 3 સહિત જિલ્લાનાં કુલ 14 પોલીસ સ્ટેશનનો હવાલો હવે એસપીનાં બદલે નવા પોલીસ કમિશનર દ્વારા સંભાળવામાં આવશે.

હાલમાં ગાંધીનગર જિલ્લામાં દહેગામ, રખિયાલ, કલોલ તાલુકા અને કલોલ શહેર, સાતેંજ, અડાલજ, માણસા, ડભોળા પેથાપુર ચીલોડા તેમજ શહેરમાં ઇન્ફોસીટી, સેક્ટર 7, સેક્ટર 21 અને મહિલા પોલીસ સ્ટેશન આવેલા છે, જે તમામનો કાર્યભાર ટૂંક સમયમાં પોલીસ કમિશનર દ્વારા સંભાળવામાં આવશે. ગાંધીનગર જિલ્લામાં 5 ડીસીપીની નિમણૂંક કરવામાં આવશે, જેમાં સચિવાલય બંદોબસ્ત ડીસીપી, ટ્રાફિક – ક્રાઈમ ડીસીપી, સ્પેશિયલ બ્રાંચ ડીસીપી અને 1 વહીવટી ડીસીપી સહીત એક જિલ્લાનાં ડીસીપી બનાવવામાં આવશે.

મહત્વનું છે કે, ગાંધીનગર જિલ્લાને પોલીસ કમિશનરેટ બનાવતા અમદાવાદનાં સોલા પોલીસ સ્ટેશન સહિતનાં તેમજ ચાંદખેડા અને સાબરમતી પોલીસ સ્ટેશનનાં વિસ્તારોને ગાંધીનગરમાં સમાવેશ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબતોની જાહેરાત 26 મી જાન્યુઆરીએ કરવામાં આવશે ત્યારે ગાંધીનગરનાં પોલીસ કમિશનર તરીકે કોને જવાબદારી સોંપવામાં આવે છે તેનાં પર સમગ્ર પોલીસ બેડાની નજર છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો