Gujarat Board Exam: બોર્ડની પરીક્ષાની તૈયારી કરતા પરીક્ષાર્થીઓ માટે મહત્વના સમાચાર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવનાર બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ આજથી ડાઉનલોડ કરી શકાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા માર્ચમાં લેવાશે. ત્યારે આજથી બોર્ડના પરીક્ષાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પરથી પોતાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકાશે. પરીક્ષા સમયે પરીક્ષાર્થીઓએ હોલટિકિટ સાથે લાવવાની રહેશે જેમાં શાળાના આચાર્યની સહી ફરજીયાત રહેશે.
ગુજરાત બોર્ડની પરીક્ષાને હવે જૂજ દિવસો જ બાકી છે ત્યારે તંત્રએ પણ પરીક્ષાને લઈને તૈયારી કરી લીધી છે. નોંધનીય છે કે આ વર્ષે બોર્ડની પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 11મી માર્ચથી 26મી માર્ચ દરમિયાન લેવાશે.
આ પણ વાંચો:વડિયામાં લગ્નસરાની મોસમમાં ફટાકડાથી કચરાઓનો ઢગલો જોવા મળ્યો
આ પણ વાંચો:સેન્સેક્સ 72500ની સપાટીએ 195 વધીને બંધ રહ્યો
આ પણ વાંચો:રાજ્યમાં સરકારી ઇજનેરી કોલેજોમાં સ્ટાફની ઘટ, વિભાગમાં 1010 જગ્યા ખાલી