Stock Market News: ફેબ્રુઆરી મહિનાના અંતે ભારતીય શેર બજાર 336.33 પોઈન્ટ સાથે વધીને બંધ થયો. BSE સેન્સેક્સ 0.47 ટકાના વધારા સાથે 72,641 પર બંધ થયો છે. NSE નો નિફ્ટી 31.65 પોઈન્ટ અથવા 0.14 ટકાના વધારા સાથે 21,982 ના સ્તર પર બંધ થયો.
શેરબજારમાં ગુરૂવારે તેજી જોવા મળી હતી. સેન્સેક્સના 30 શેરોમાંથી 8 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ભારતીય રૂપિયો પણ આજે 82.93 ના પાછલા બંધની સામે ડોલર દીઠ 82.91 પર સ્થિર રહ્યો હતો. આજે મહિનાના છેલ્લા દિવસે મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્ષ વધારા સાથે બંધ થયા હતા. આજે ફાર્મા, FMCG, IT ઈન્ડેક્સ લાલ નિશાનમાં બંધ થયા છે.
આ પણ વાંચો:રાજ્યમાં સરકારી ઇજનેરી કોલેજોમાં સ્ટાફની ઘટ, વિભાગમાં 1010 જગ્યા ખાલી
આ પણ વાંચોઃ BSE સેન્સેક્સ 84 પોઈન્ટના ઘટાડા સાથે 72,220 પર ખુલ્યો, સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં