Stock Market Opening/ BSE સેન્સેક્સ 84 પોઈન્ટના ઘટાડા સાથે 72,220 પર ખુલ્યો, સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં

BSE સેન્સેક્સના ટ્રેડિંગ દરમિયાન 30માંથી 19 શેરોમાં વધારો જોવા મળ્યો છે અને 11 શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સના ટોચના શેરોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.20 ટકા અને મારુતિ 0.99 ટકા વધ્યા છે

Top Stories Finance Business
Beginners guide to 88 1 BSE સેન્સેક્સ 84 પોઈન્ટના ઘટાડા સાથે 72,220 પર ખુલ્યો, સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં

Mumbai : ભારતીય શેરબજાર આજે ખુલતાની સાથે નરમ જોવા મળ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી લાલ નિશાનમાં ખુલ્યા છે. BSE સેન્સેક્સ 84 પોઈન્ટના ઘટાડા સાથે 72,220 પર ખુલ્યો છે, જ્યારે નિફ્ટી 21,935 પર ખુલ્યો હતો અને 16 પોઈન્ટ તૂટ્યો હતો.

શેરોની સ્થિતિ

BSE સેન્સેક્સના ટ્રેડિંગ દરમિયાન 30માંથી 19 શેરોમાં વધારો જોવા મળ્યો છે અને 11 શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સના ટોચના શેરોમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 1.20 ટકા અને મારુતિ 0.99 ટકા વધ્યા છે. ટાઇટન 0.60 ટકા જ્યારે વિપ્રો 0.54 ટકા ઉપર છે. M&M 0.42 ટકા મજબૂત છે. ટોપ લૂઝર્સમાં, પાવર ગ્રીડ આજે ફરીથી 1 ટકા નીચે છે અને એક્સિસ બેન્ક 0.80 ટકા નીચે છે. કોટક મહિન્દ્રા બેંક પણ 0.80 ટકા અને એચયુએલ 0.72 ટકા નીચે ટ્રેડ કરી રહી છે.

GPT હેલ્થકેરના રોકાણકારોને આજે સારા સમાચાર મળ્યા છે. રોકાણકારોને તેમના શેરના લિસ્ટિંગમાં નોંધપાત્ર વધારો થયો છે. GPT હેલ્થકેર સ્ટોક્સ NSE પર શેર દીઠ રૂપિયા 215ના ભાવે લિસ્ટેડ છે. આ તેની IPO કિંમત કરતાં 15.6 ટકાનું પ્રીમિયમ દર્શાવે છે. IPOમાં તેની ઇશ્યૂ કિંમત 186 રૂપિયા પ્રતિ શેર હતી.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ