Porbandar Drugs case/ પોરબંદર ડ્રગ્સ મામલે નવો ખુલાસો, ઇરાનથી નીકળેલ પાકિસ્તાની બોટ ભારતના દક્ષિણભાગ તરફથી ડ્રગ્સ ઘૂસાડવાનું કાવતરું

પોરબંદર નજીકથી 3100 કિલોનું ડ્રગ્સ ઝડપાયું. ગતરોજ પકડવામાં આવેલ ડ્રગ્સના જથ્થાની કિમંત 350 કરોડ રૂપિયાનું હોવાનું અનુમાન છે. ગુજરાત ATS, નેવી અને NCBના સંયુક્ત ઓપરેશન હેઠળ ડ્રગ્સનો આ મોટો જથ્થો પકડવામાં આવ્યો.

Top Stories Gujarat Breaking News
YouTube Thumbnail 2024 02 29T111424.608 પોરબંદર ડ્રગ્સ મામલે નવો ખુલાસો, ઇરાનથી નીકળેલ પાકિસ્તાની બોટ ભારતના દક્ષિણભાગ તરફથી ડ્રગ્સ ઘૂસાડવાનું કાવતરું

પોરબંદર નજીકથી 3100 કિલોનું ડ્રગ્સ ઝડપાયું. ગતરોજ પકડવામાં આવેલ ડ્રગ્સના જથ્થાની કિમંત 350 કરોડ રૂપિયાનું હોવાનું અનુમાન છે. ગુજરાત ATS, નેવી અને NCBના સંયુક્ત ઓપરેશન હેઠળ ડ્રગ્સનો આ મોટો જથ્થો પકડવામાં આવ્યો. 350 કરોડના ડ્રગ્સનો જથ્થો પકડવા સાથે પોલીસે પાંચ પેડલરોને પણ ઝડપી પાડ્યા હતા. અટકાયત કરવામાં આવેલ પેડલરો પાસેથી પોલીસ પુછપરછ દરમ્યાન ડ્રગ્સ મામલે નવો ખુલાસો સામે આવ્યો.

ગુજરાત ATS,નેવી અને NCBના સંયુક્ત ઓપરેશન હેઠળ ઝડપવામાં આવેલ ડ્રગ્સ મામલે ચોંકાવનારી વિગત સામે આવી છે. આ બોટ પાકિસ્તાનની છે અને તે ઇરાનથી ડ્રગ્સ લઈને નીકળી હતી. અને આ ડ્રગ્સનો જથ્થો ભારતના દક્ષિણભાગમાં તમિલનાડુ લઈ જવાનો હોવાનું જાણવા મળ્યું. પેડલરોએ જણાવ્યું કે ડ્રગ્સ અફઘાનિસ્તાનથી લોડ કરવામાં આવ્યું હતું અને બોટ ઇરાનમાં આવી હતી. પાંચ પેડલરો કે જે ઇરાની નાગરિકો છે. તેઓ ઇરાન આવેલ બોટમાં સવાર થઈ અરબી સમુદ્ર માર્ગેથી ભારતના દક્ષિણ ભાગ તરફ આવવા નીકળ્યા. દરમ્યાન ભારતના દરિયાઈ વિસ્તારમાં પ્રવેશલ એક બોટની હિલચાલ પર શંકા જતા ગુજરાત ATS,નેવી અને NCBએ સંયુક્તપણે ઇરાની બોટ પકડી પાડી હતી. બોટની તલાશી લેતા તેમાંથી 3100 કિલો ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો.

સાગરમંથન અંતર્ગત પ્રથમવાર કાર્યવાહી કરતા ઈરાનથી ડ્રગ્સ લઈને નીકળેલ બોટેન ઝડપી પાડવામાં આવી. બોટમાં સવાર પાંચ પેડલરો પાંચેય ઈરાની નાગરિક હોવાનો ખુલાસો થયો. જેમની પૂછપરછ કરતા બોટ પાકિસ્તાનની હોવાનું સામે આવ્યું તેમજ ડ્રગ્સનો જથ્થો અફઘાનિસ્તાથની લોડ થઈ ઇરાન પંહોચ્યો હતો અને ત્યાંથી ભારતના દક્ષિણભાગ તમિલનાડુમાં પંહોચાડવાની યોજના હોવાનો ખુલાસો થયો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે! જાણો ગુજરાતમાં ટિકિટના દાવેદાર કોણ છે

આ પણ વાંચો:છેલ્લા ત્રણ વર્ષમાં 25 હજારથી વધુ લોકોએ કર્યો આપઘાત, જેમાંથી લગભગ 500 છે વિદ્યાર્થીઓ

આ પણ વાંચો:ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી

આ પણ વાંચો:વિદેશી સામાનની વધુ તપાસ ન કરવા લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા