Dahod Congress/ રાહુલ ગાંધીના ગુજરાતમાં પ્રવેશ પૂર્વે જ દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું

ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ જાણે હવે દૈનિક ઘટના બની ગઈ છે. હવે ભાગ્યે જ કોઈ દિવસ જતો સાંભળવા મળશે કે કોંગ્રેસ આજે તૂટી નથી. કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં અને દાહોદમાં આવે તે પહેલા દાહોદ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયુ છે.

Top Stories Gujarat Vadodara
Beginners guide to 52 2 રાહુલ ગાંધીના ગુજરાતમાં પ્રવેશ પૂર્વે જ દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખનું રાજીનામું

દાહોદઃ ગુજરાત કોંગ્રેસમાં ભંગાણ જાણે હવે દૈનિક ઘટના બની ગઈ છે. હવે ભાગ્યે જ કોઈ દિવસ જતો સાંભળવા મળશે કે કોંગ્રેસ આજે તૂટી નથી. કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં અને દાહોદમાં આવે તે પહેલા દાહોદ કોંગ્રેસમાં (Dahod Congress) ભંગાણ સર્જાયુ છે.

આમ ગુજરાતમાં રાહુલ ગાંધી (Rahul Gandhi) ના આગમન પહેલા જ કોંગ્રેસ પર રાહુ વધુ મજબૂત બની ત્રાટકયો છે. દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ ઇશ્વર પરમારે (Ishvar Parmar) આંતરિક વિખવાદને લઈને રાજીનામુ આપી દીધુ છે. તેઓ છેલ્લા બે વર્ષથી શહેર કોંગ્રેસના પદ પર હતા. તેમણે પ્રદેશ મોવડીમંડળના વડાઓ સાથે બેઠક કર્યા પછી રાજીનામુ આપી દીધુ હતુ. તેમના રાજીનામાના પગલે દાહોદ કોંગ્રેસમાં ફરી પાછો ભૂકંપ આવ્યો છે. તેના લીધે આગામી દિવસોમાં દાહોદ કોંગ્રેસમાં કેટલાય દિવસો અનિશ્ચિતતાના જોવા મળી શકે છે.

તેમણે રાજીનામાના પત્રમાં જણાવ્યું હતું કે હું છેલ્લા બે વર્ષથી શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે સેવા આપું છું. આ અગાઉ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા તરીકે દસ વર્ષ કામ કર્યુ છે. કોંગ્રેસ સેવાદળમાં પણ ઘણી સેવા આપી છે. કોંગ્રેસની વિચારધારાને ફેલાવવા માટે પક્ષ દ્વારા તાલીમ વર્ગ શરૂ કર્યો હતો. તેમા પ્રદેશ સ્તરે અનેક પ્રકારની તાલીમ પણ આપી છે.

હાલમાં દાહોદ શહેર કોંગ્રેસના એક જૂથ દ્વારા મારો વારંવાર વિરોધ થતો હોવા છતાં 28 ફેબ્રુઆરી 2024ના રોજ દાહોદ ખાતે રાખવામાં આવેલા કાર્યક્રમમાં મને જિલ્લા કોંગ્રેસ તરફથી સોંપવામાં આવેલી કામગીરી મેં કુનેહપૂર્વક પાર પાડી હતી. આમ છતાં પણ અમુક કાર્યકરોએ અમારા નામ ન લેવાયા હોવાના બ્હાના કાઢીને અમારી સાથે અપમાનજનક વર્તન કર્યુ હતું. આ પ્રકારનું અપમાનજનક વર્તન મારી વારંવાર સહન કરવાની તૈયારી નથી. તેથી હું મારા શહેર કોંગ્રેસના પ્રમુખપદે રહેવા માંગતો નથી. તેથી હું રાજીનામુ આપવા માંગ છું. મારુ રાજીનામું સ્વીકારશો.

આ પહેલા વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં કોંગ્રેસના વધુ ત્રણ આગેવાનો પણ ભાજપમાં જોડાયા હતા. કોંગ્રેસમાં રેલ્વે રાજ્યમંત્રી રહી ચૂકેલા નારણ રાઠવાએ પણ પક્ષની સ્થિતિ જોઈને પક્ષમાંથી ચાલતી પકડી હતી અને તેમના સમર્થકો સાથે કેસરિયો ધારણ કર્યો હતો.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ