ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર મામલે હંમેશા તણવા રહ્યો છે. ભારતમાં આંતરિક રીતે અને સરહદો પર પાકિસ્તાન દ્વારા થતી હેરાનગતિને લઈને ભારતે આકરું વલણ અપનાવ્યું છે. એક વાર ફરી ભારતે આકરું વલણ અપનાવતા કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મનો દુરુપયોગ કરવા મામલે પાકિસ્તાનને ઠપકો આપ્યો છે. પાકિસ્તાનને ચેતવણી આપતા ભારતના આંતરિક મામલામાં દખલ ન કરવાનું જણાવ્યું.
કાશ્મીરને લઈને તુર્કી અને પાકિસ્તાનના તાજેતરના નિવેદનોનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે યુએનના મંચ પરથી કાશ્મીર મુદ્દે પાકિસ્તાન અને તુર્કીને ઠપકો આપ્યો હતો. ભારતે કહ્યું કે આ તેનો આંતરિક મામલો છે અને તેમાં કોઈ દેશે દખલ કરવી જોઈએ નહીં. આ સાથે ભારતે આશા વ્યક્ત કરી હતી કે તેમને લાગે છે કે તુર્કી આગામી સમયમાં આવું નહીં કરે. ભારતે આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મનો દુરુપયોગ કરવાના પાકિસ્તાનના વલણ પર પણ નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે આ પહેલા પણ પાકિસ્તાને વિવિધ મુદ્દાઓ પર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો પરંતુ આ વખતે તુર્કીએ પાકિસ્તાનનું સમર્થન કર્યું છે.
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના 55માં સત્રને સંબોધિત કરતા ભારતના પ્રતિનિધિ અનુપમા સિંહે કહ્યું કે ભારતના આંતરિક મામલામાં તુર્કીની ટિપ્પણીથી અમને સમસ્યા છે. કાશ્મીર મુદ્દે પાકિસ્તાને ભારત પર ગંભીર આરોપો લગાવ્યા છે. આ મુદ્દે તુર્કીએ પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું.
ભારત પરના આ દેશોના આરોપોના જવાબમાં ભારતના પ્રતિનિધિ અનુપમાએ પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી અને તુર્કીને ભારતના આંતરિક મામલામાં દખલ ન કરવાની ચેતવણી પણ આપી હતી. તેમણે કહ્યું કે એક એવો દેશ કે જેણે પોતાની લઘુમતીઓ પર વ્યવસ્થિત રીતે થતા જુલમને સંસ્થાકીય બનાવ્યું છે. આનું ઉદાહરણ ઓગસ્ટ 2023 માં પાકિસ્તાનના જરાનવાલામાં લઘુમતી ખ્રિસ્તી સમુદાય સામે મોટા પાયે નિર્દયતા હતી, જ્યારે 19 ચર્ચનો નાશ કરવામાં આવ્યો હતો અને 89 ખ્રિસ્તી ઘરોને બાળી નાખવામાં આવ્યા હતા. આતંકવાદીઓને આશ્રય આપતો અને સમર્થન આપતો દેશ ભારત પર ટિપ્પણી કરવી એ દરેક માટે વિરોધાભાસ છે.
અનુપમા સિંહે કહ્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખનો સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં સામાજિક અને આર્થિક વિકાસ સુનિશ્ચિત કરવા માટે ભારત સરકારે બંધારણીય પગલાં લીધાં છે. આ ભારતની આંતરિક બાબતો છે અને અમે તેમાં કોઈની દખલગીરી સહન નહીં કરીએ.
આ પણ વાંચો:અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે! જાણો ગુજરાતમાં ટિકિટના દાવેદાર કોણ છે
આ પણ વાંચો:છેલ્લા ત્રણ વર્ષમાં 25 હજારથી વધુ લોકોએ કર્યો આપઘાત, જેમાંથી લગભગ 500 છે વિદ્યાર્થીઓ
આ પણ વાંચો:ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી
આ પણ વાંચો:વિદેશી સામાનની વધુ તપાસ ન કરવા લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા