accused/ કેરળના શખ્સ પર લુલુ ગ્રુપને દોઢ કરોડનો ચુનો લગાવવાનો આરોપ

અબુધાબી પોલીસે આરોપીને ઝડપી લીધો

Top Stories World
Beginners guide to 2024 04 07T184844.871 કેરળના શખ્સ પર લુલુ ગ્રુપને દોઢ કરોડનો ચુનો લગાવવાનો આરોપ

Keral News : સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં લુલુ ગ્રુપના એક ભારતીય કર્મચારીને અબુધાબી પોલીસે ઝડપી લીધો છે. તેની પર આરોપ છે કે આ વ્યક્તિ 25 માર્ચે કથિતપણે કંપનીના 6 લાખ દિરહામ (1 કરોડ 36 લાખ) નો ચુનો લગાવીને ફરાર થઈ ગયો હતો. આ વ્યક્તિની ઓળખ મોહમ્મદ નિયાસ (28) તરીકે થઈ છે. તે કેરળના કન્નુરનો રહેવાસી છે. નિયાસ અબુધાબીના ખાલીદીયા મોલ સ્થિત લુલુ હાયપર માર્કેટમાં કેશ ઓફિસ ઈન્ચાર્જ તરીકે કામ કરતો હતો.

પોલીસનું કહેવું છે કે અબુધાબીમાં અલ-ખાલીદીયા પોલીસ સેન્ટરને માહિતી મળી હતી કે એક વેપારી સંસ્થાનને એક કર્મચારીએ લૂંટી લીધો છે અને નામાકીય છેતરપિંડી કરી છે. તાત્કાલિક પોલીસની ક્રિમીનલ ઈન્વેસ્ટિગેશન ટીમ રવાના કરાઈ હતી. તપાસ બાદ પોલીસને ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયો હતો. પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાની જાણ લુલુ ગ્રુપને 25 માર્ચે મળી હતી જ્યારે મોહમ્મદ નિયાસ કોઈ જાણ કર્યા વગર ડ્યુટી પર ગયો ન હતો. અન્ય કર્મચારીઓએ તેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનો ફોન બંધ હતો. જોકે પોલીસે માહિતીને આધારે તેને ઝડપી લીધો હતો. જોકે હાલમાં કંપની તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Loksabha Election 2024/ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ

આ પણ વાંચો: Anand/બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ

આ પણ વાંચો: Women leader/કરણીસેનાની બે મહિલા આગેવાનોને પોલીસે કર્યા નજરકેદ