ઇન્દોરમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટનું નવું સ્વરૂપ AY-4 મળી આવ્યું છે. સાત દર્દીઓના જિનોમની સિક્વન્સમાં આ વેરિયન્ટ સામે આવ્યો છે. જો કે આ વેરિયન્ટને લઈને દુનિયાભરમાં રિસર્ચ ચાલી રહ્યું છે. ત્યારે નિષ્ણાંતોએ સાવધાન રહેવાની સલાહ આપી છે.
- કોરોનાનો નવો વેરિયન્ટ AY-4
- જૂના વેરિયન્ટ કરતાં વધારે ઝડપથી ફેલાય છે
- તહેવારોમાં સતર્કતા જરૂરી
ઇન્દોરમાં સપ્ટેમ્બરમાં 7 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ તમામના સેમ્પલ 21 સપ્ટેમ્બરે જિનોમ સીકવેંસીન્ગ માટે મોકલવામાં આવ્યા હતા. જિનોમ સીકવેંસીન્ગ સેમ્પલ દિલ્હીની NCDC લેબમાં મોકલવામાં આવ્યા હતા, અને તેનો હાલમાં જ રિપોર્ટ આવી ગયો છે. ડેલ્ટાના આ નવા વેરિઅન્ટ AY-4 ની જાણકારી દેશમાં સૌથી પહેલાં એપ્રિલમાં મહારાષ્ટ્રમાં સામે આવી હતી. હવે ઇન્દોરમાં આનાથી સંક્રમિત થયેલા દર્દીઓ મળી આવ્યા છે, જો કે હવે ઇન્દોરમાં દરેક દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઇ રહ્યા છે અને તેનાથી કોઈને ખતરો નથી.
ડૉ. રવિના જણાવ્યા અનુસાર, AY-4 વધુ સંક્રમિત થાય તેવો વાયરસ છે. તેનો ઇન્ફેક્ટિવિટી રેટ વધુ હોય છે. એવામાં લોકોએ વધુ સાવધાની રાખવાની જરૂર છે. આ વાયરસથી ખતરો નથી, એવું માની ના લેવું. હજુ રિસર્ચ ચાલી રહ્યું છે. લોકોએ હજુ પણ બે વાતનું ધ્યાન રાખવાનું છે. એક, માસ્ક પહેરી રાખવું અને બીજું, સોશિયલ ડિસ્ટન્સ રાખવું. તહેવારો નજીક છે ત્યારે આ વાતનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ખુબ જરૂરી હોય તો જ ભીડમાં બહાર જાવ. પ્રાથમિક રીતે જે લોકોમાં આ વેરિયન્ટ મળી આવ્યો હોય, તેવા લોકોને કોવિડ સેન્ટરમાં ક્વોરેન્ટાઇન કરવા જોઈએ.
IPL 2022 હરાજી / CVC કેપિટલ્સ ગ્રુપ નામની અમદાવાદની ફ્રેન્ચાઈઝી, આ ફોર્મ્યુલા વન રોકાણકાર વિશે બધું જાણો
IPL 2022 હરાજી / લખનૌની ટીમ પર 7090 કરોડની બોલી, જાણો તેના માલિક વિશે
સ્પોર્ટ્સ / MS ધોનીએ કહ્યું હતું -ભારતીય ટીમ પાકિસ્તાન સામે હારશે તો ચોક્કસ, વીડિયો થઇ રહ્યો છે વાયરલ