નવી દિલ્હીઃ કેન્દ્રીય ચૂંટણીપંચે લોકસભા ચૂંટણી 2024ના કાર્યક્રમની જાહેરાત કરી છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવકુમારના અધ્યક્ષ પદ હેઠળ મળેલી ચૂંટણીપંચે આગામી ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી હતી. લોકસભા ચૂંટણીમાં કુલ સાત તબક્કામાંથી ગુજરાતમાં 26 બેઠકો પર 7મીમેએ ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. તેના માટેનું નામાંકન ત્રીજી મે સુધીમાં થશે. ગુજરાતમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19એપ્રિલ છે, 20 એપ્રિલે ફોર્મની ચકાસણી થશે અને પરત ખેંચવાની અંતિમ તારીખ 22 એપ્રિલ છે. ગુજરાત સહિતની તમામ બેઠકો પર પરિણામ ચાર જૂનના રોજ જાહેર થશે.
ગુજરાતમાં કુલ કુલ ચાર કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. તેમા પુરુષ મતદારોનું પ્રમાણ 2.22 કરોડ ને મહિલા મતદારોનું પ્રમાણ 1.83 કરોડનું છે. ગુજરાતની 26 લોકસભા બેઠકના મુખ્ય દાવેદારમાં જોઈએ તો ગૃહપ્રધાન અમિત શાહ ગાંધીનગરથી લડવાના છે. જ્યારે સીઆર પાટિલ નવસારીમાંથી લડવાના છે. શાસક પક્ષ ભાજપે ગુજરાતની 26માંથી 24 બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે. આ સિવાય કોંગ્રેસ અને આપ સંયુક્ત રીતે લડવાના છે. આ ચૂંટણીમાં હવે જોવાનું છે કે શાહની બધે વાહવાહ થશે કે ગુજરાતમાં પાટિલની વિધાનસભા પછી પણ કેવી પક્કડ છે તેની ખબર પડશે.
આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે
આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, હનુમાનના દર્શન કરી પ્રચાર શરૂ કરશે
આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો