Not Set/ નવા સ્ટ્રેન બાદ સુરતમાં કોરોનાના બીજા રાઉન્ડનો ઓછાયો, બંધ કરેલી 20 હોસ્પિટલોમાં ફરીથી 500 બેડ મુકાશે

દક્ષિણ આફ્રિકાના કોરોનાના સ્ટ્રેનનો દક્ષિણ ગુજરાતના સુરતમાં પ્રવેશ થયા બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.સુરત શહેરમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે.પ્રતિદિવસ શહેર સહિત જિલ્લામાં 200 વધુ કેસ

Gujarat Surat Trending
Surat Corona 1 નવા સ્ટ્રેન બાદ સુરતમાં કોરોનાના બીજા રાઉન્ડનો ઓછાયો, બંધ કરેલી 20 હોસ્પિટલોમાં ફરીથી 500 બેડ મુકાશે

દક્ષિણ આફ્રિકાના કોરોનાના સ્ટ્રેનનો દક્ષિણ ગુજરાતના સુરતમાં પ્રવેશ થયા બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા તંત્રને એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.સુરત શહેરમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે.પ્રતિદિવસ શહેર સહિત જિલ્લામાં 200 વધુ કેસ સામે આવી રહ્યા છે.જ્યાં પાલિકા દ્વારા અગમચેતીના પગલાં ભરવામાં આવી રહ્યા છે.પાલિકા દ્વારા કોરોનાના વધતા કેસોને લઈ ટેસ્ટિંગમાં વધારો કરવામાં આવ્યો છે.જેમાં પ્રતિદિવસ સુરતમાં 14 હજાર જેટલા કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યા છે.આગામી દિવસોમાં કોરોનાના કેસો વધવાની શકયતા પાલિકાએ વ્યક્ત કરી છે.જેના પગલે સ્મીમેર હોસ્પિટલમાં બંધ કરાયેલ કોવિડ હોસ્પિટલ  ફરી કાર્યરત કરવાની તૈયારી પાલિકાએ કરી છે.કોરોનાના નવા સ્ટ્રેન ઉપરાંત સુરતમાં બીજા રાઉન્ડ શરુ થયો હોય તેવું લાગી રહ્યું છે.

Curfew to be imposed in parts of Surat from Thursday midnight to contain COVID-19 | Gujarat News | Zee News

આ અંગે મહાનગર પાલિકાના સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો પ્રમાણે તંત્ર દ્વારાકોરોનાના વધી રહેલા ખતરાની સામે કન્ટેઇન્ટમેન્ટ ઝોનની સંખ્યામાં પણ વધારો કરવામાં આવ્યો છે તેમજ કોરોનાના ટેસ્ટમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે રીતે સતત કેસ વધી રહ્યા છે,તેને લઇને સ્મીમેરમાં મલ્ટી લેવલ પાર્કિગમાં જે કોવિડ હોસ્પિટલ ચાલતી હતી ત્યાં હાલમાં રસી કેન્દ્ર ચાલે છે, તેને ફરી હોસ્પિટલ માં રૂપાંતર કરવાની કામગીરી આગામી પાંચ દિવસ પૂર્ણ કરવામાં આવશે. તે ઉપરાંત 20 જેટલી ખાનગી હોસ્પિટલ કોવિડ હોસ્પિટલો જાહેર કરવામાં આવી હતી તે તમામ હોસ્પિટલ ફરી કોવિડ હોસ્પિટલ માટેની તૈયારી કરવામાં આવી છે ત્યારે આગામી દિવસ વધુ સંક્રમણ વધે તે માટે તૈયારી કરવામાં આવી રહી છે.

Man Quarantined in Surat Hospital for Suspected Novel Coronavirus Infection Slips Away

આ ઉપરાંત જે રીતે તંત્ર દ્વારા સતર્કતા રાખી અને દોડધામ તેમજ તૈયારીઓ કરવામાં આવી રહી છે તે જોતાં સામાન્ય જનતામાં પણ ચર્ચા થઈ રહી છે કે કોરોના નો બીજો રાઉન્ડ સુરતમાં શરૂ થઈ ચૂક્યો છે.સાથે જ અલગ અલગ સમાજના લોકો દ્વારા અગાઉ શરૂ કરાયેલા કોવિડ સેન્ટરો પણ શરૂ કરવાની તૈયારી રાખવા અંગે સૂચન પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.બહારગામ અને ટ્રાવેલન્સ હિસ્ટ્રી ધરાવતા લોકોમાં કોરોનાનું સંક્રમણ વધુ મળી રહ્યું છે. જેના કારણે સુરતમાં કેસોનુ પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે.કોરોનાને નાથવામાં સુરતની જનતાનો સાથ સહકાર જરૂરી છે. જેના વિના કોરોનાને નાથવો શક્ય નથી.પાલિકા દ્વારા સુરતની જનતાને ફરજિયાત માસ્ક,હેન્ડ સેનેટાઇઝર અને સોસીયલ ડિસ્ટનસિંગ જાળવવા માટેની અપીલ કરવામાં આવી છે.