Not Set/ ભરૂચમાંથી 4 પીસ્તોલ, 8 કાર્ટિસ અને નકલી નોટો સાથે બે શખ્સો ઝડપાયા

ભરૂચ, જિલ્લાનાં નેત્રંગ તાલુકામાં ભારતીય ચલણની નકલી નોટો બનાવવાનું કારસ્તાનનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે 17 લાખ ઉપરાંતની નકલી નોટો સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. સાથે નોટો છાપવાનાં પ્રિન્ટર સહિતની સામગ્રી પણ મળી આવી છે. ભરૂચ જિલ્લાનાં નેત્રંગ ખાતેથી રૂપિયા 17 લાખ ઉપરાંતની નકલી નોટો ઝડપાયી છે. સાથે 4 પીસ્તોલ અને 8 કાર્ટિસની સાથે રૂપિયા એક લાખનું સાચું ચલણ પણ રોકડમાં […]

Top Stories Gujarat Others
fakenote ભરૂચમાંથી 4 પીસ્તોલ, 8 કાર્ટિસ અને નકલી નોટો સાથે બે શખ્સો ઝડપાયા

ભરૂચ,

જિલ્લાનાં નેત્રંગ તાલુકામાં ભારતીય ચલણની નકલી નોટો બનાવવાનું કારસ્તાનનો એસઓજી પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે 17 લાખ ઉપરાંતની નકલી નોટો સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. સાથે નોટો છાપવાનાં પ્રિન્ટર સહિતની સામગ્રી પણ મળી આવી છે.

ભરૂચ જિલ્લાનાં નેત્રંગ ખાતેથી રૂપિયા 17 લાખ ઉપરાંતની નકલી નોટો ઝડપાયી છે. સાથે 4 પીસ્તોલ અને 8 કાર્ટિસની સાથે રૂપિયા એક લાખનું સાચું ચલણ પણ રોકડમાં મળી આવ્યું છે. પોલીસે બે શખ્સોની અટકાયત પણ કરી છે.

નેત્રંગના ફોકડી ગામે મકાનમાંથી પ્રિન્ટર મશીન સહિતની સામગ્રી ઝડપાયી છે. પોલીસે રૂપિયા 200,500 અને 2000 ના દરની નકલી  નોટો ઝડપી પાડી છે. એસ.ઓ.જી પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.

મુંબઇ એનઆઇએને નકલી નોટોની બાતમી મળતાં ગુજરાત એટીએસને આપી હતી. જેના ભાગરૃપે એટીએસની ટીમે અસલી જેવી જ 2000 અને 500ના દરની હાઇસિકયુરિટી ફીચર્સ જેવી જ 1.53 લાખની નકલી નોટો સાથે જુનાગઢથી એક આરોપીની ધરપકડ કરી લીધી છે. આ યુવક નકલી નોટો કયાંથી લાવ્યો છે. તેની એટીએસની ટીમ ધ્વારા તપાસ ચાલી રહી છે.

પિૃમ બંગાળમાંથી મોટા પાયે ગુજરાતમાં નકલી નોટો ગુજરાત આવી રહી છે. તેવી બાતમની નેશનલ ઇન્વેસ્ટીગશન ટીમે એટીએસના અધિકારીઓને આપી હતી. તેના આધારે એટીએસની ટીમે જુનાગઢની મધુરમ સોસાયટીમાં દરોડો પાડયો હતો.

પોલીસે સંજય દેવડીયા નામના શખ્સના ઘરમાં દરોડો પાડીને 2 હજારના દરની 53 નોટો અને 500ના દરની 92 નકલી નોટો પકડી પાડી હતી.પોલીસ સુત્રો ના જણાવ્યા પ્રમાણે અસલી જેવી જ હુબહુ નકલી નોટો પકડાઇ છે. જેની કીંમત 1.53 લાખ જેટલી થાય છે.

નોટબંધી પછી પહેલીવાર અસલી જેવી જ નકલી નોટો પકડી પાડી હોવાનો પોલીસે દાવો કર્યો છે. નોંધનીય છે કે પાકિસ્તાનથી બાંગ્લાદેશ થઇને પશ્ચિમ બંગાળમાંથી મોટા પાયે નકલી નોટો આ રૂટ ધ્વારા આવતી જ હતી.

સરકાર ધ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે નવી નોટોની નકલી નોટો નહી બનાવી શકાય પરંતુ તે દાવો ખોટો પડયો હોવાનું પોલીસ સૂત્રોએ જ જણાવ્યુ છે.