ગુજરાતમાં બદલીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, રાજ્યના 6 આઇપીએસની બદલીના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે, આ ઉપરાંત 2 ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે. રાજ્ય પોલીસ દળમાં ફરજો બજાવતા સીધી ભરતીના આઈ પી એસ અધિકારીઓની જાહેર હિતમાં ગૃહ વિભાગે બદલી કરી છે. બિશાખા જૈનને ગાંધીનગરથી મદદનીશ પોલીસ અધિક્ષક, લીમખેડા મોકલાયા છે જ્યારે રાઘન જૈનને મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે દ્વારકા મોકલાયા છે
ઉલ્લેખનીય છે કે નિધિ ઠાકુરની મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે કામરેજ ખાતે ટ્રાન્સફર કરવામાં આવી છે. કોરૂકોંડા સિદ્ધાર્થને મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે દાહોદ ખાતે મોકલવામાં આવ્યા છે. ડીવાયએસપી વરુણ વસાવાને નાયબ પોલીસ અધિક્ષક તરીકે સ્ટેટ ટ્રાફિક બ્રાંચ, ગાંધીનગર ખાતે બદલી કરાઈ છે. જયવીરસિંહ એન ઝાલાની વિભાગીય પોલીસ અધિકારી જામનગર તરીકે બદલી કરાઈ છે.