PM Modi France Visit/ ફ્રાંસ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક બાદ PM મોદીએ જાણો શું કહ્યું…

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું, અમે અમારી વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષ પૂરા થયાની ઉજવણી કરી રહ્યા છીએ

Top Stories India

ફ્રાંસ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે દ્વિપક્ષીય બેઠક બાદ પીએમ મોદીએ કહ્યું, અમે અમારી વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષ પૂરા થયાની ઉજવણી કરી રહ્યા છીએ.” છેલ્લા 25 વર્ષના મજબૂત પાયાના આધારે અમે આગામી 25 વર્ષનો રોડમેપ બનાવી રહ્યા છીએ. આ માટે બોલ્ડ અને મહત્વાકાંક્ષી લક્ષ્યો નક્કી કરવામાં આવી રહ્યા છે. ભારતના લોકોએ પોતાને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ કર્યો છે. અમે આ પ્રવાસમાં ફ્રાન્સને કુદરતી ભાગીદાર તરીકે જોઈએ છીએ

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું કે, “આજે અહીં બેસ્ટિલ ડે પરેડમાં પંજાબ રેજિમેન્ટને જોઈને મને ખૂબ ગર્વની લાગણી થઈ. અમે એક ઐતિહાસિક માન્યતાના આધારે આગળ વધી રહ્યા છીએ કે સાથે મળીને આપણે વૈશ્વિક કટોકટીઓનો ઉકેલ શોધી શકીએ છીએ.