Not Set/ INX મીડિયા કેસ/ પી.ચિદમ્બરમની તિહાર જેલમાં 2 કલાક પૂછપરછ બાદ EDએ કરી ધરપકડ

પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પી.ચિદમ્બરમની મુશ્કેલીઓ વધી ગઇ છે, INX મીડિયા કેસમાં દિલ્હીની વિશેષ કોર્ટે EDને ચિદમ્બરમની પૂછપરછ માટે મંજૂરી આપી હતી, અને સાથે સાથે જો જરૂરી જણાય તો ધરપકડ કરવાની પણ પરવાનગી કોર્ટ દ્વારા આપવામાં આવી હતી. કોર્ટનાં આદેેશ અનુસાર ED દ્વારા આજે સવારે જ પૂર્વ નાણાં મંત્રીની પૂછપરછ માટે ED અધિકારીઓ […]

Top Stories India
1 chidambaram INX મીડિયા કેસ/ પી.ચિદમ્બરમની તિહાર જેલમાં 2 કલાક પૂછપરછ બાદ EDએ કરી ધરપકડ

પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા પી.ચિદમ્બરમની મુશ્કેલીઓ વધી ગઇ છે, INX મીડિયા કેસમાં દિલ્હીની વિશેષ કોર્ટે EDને ચિદમ્બરમની પૂછપરછ માટે મંજૂરી આપી હતી, અને સાથે સાથે જો જરૂરી જણાય તો ધરપકડ કરવાની પણ પરવાનગી કોર્ટ દ્વારા આપવામાં આવી હતી. કોર્ટનાં આદેેશ અનુસાર ED દ્વારા આજે સવારે જ પૂર્વ નાણાં મંત્રીની પૂછપરછ માટે ED અધિકારીઓ તિહાર જેલ પહોંચી ગયા હતા અને 2 કલાક તેમની પૂછપરછ બાદ ધરપકડ કરી લેવામાં આવી છે.

આપને જણાવી દઇએ કે, દિલ્હી કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમની પૂછપરછ કરવાની મંજૂરી આપી છે. અને જો જરૂર પડે તો તેમની ધરપકડ પણ કરી શકાય છે. સોમવારે, દિલ્હીની વિશેષ અદાલતે આઈએનએક્સ મીડિયા કેસમાં કાર્યવાહીનો સામનો કરી રહેલા કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમની ધરપકડ માટેની ઇડીની અરજી અંગેનો નિર્ણય અનામત રાખ્યો હતો. મંગળવારે કોર્ટે ઇડીને કહ્યું કે ED દ્વારા અહીં જાહેરમાં પી. ચિદમ્બરમને સવાલ કરવામાં આવશે અને જાહેરમાં ધરપકડ કરવામાં આવશે તે તેમનાં ગૌરવની વિપરીત લાગશે માટે જેલમાં તેમની પૂછપરછ કરવાની અને જરૂરી હોય તો ધરપકડ કરવાની પરવાનગી આપવામાં આવી હતી.

આપને જણાવી દઇએ કે, પૂૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમ આઈએનએક્સ મીડિયા કેસ મામલે 5 સપ્ટેમ્બરથી જેલમાં છે. ચિદમ્બરમ તિહાર જેલની બેરેક નંબર સાત માં બંધ છે. આ જેલ આર્થિક અપરાધીઓ માટે છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન દ્વારા 21 ઓગસ્ટના રોજ પૂર્વ નાણાં મંત્રીની ધરપકડ કરવામાં આવ્યા બાદ, તેમને દિલ્હીની અદાલતે ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે.પૂૂર્વ નાણાંમંત્રી પી. ચિદમ્બરમ પર નાણાં મંત્રી હતા ત્યારે આઈએનએક્સ મીડિયા(હવે 9એક્સ ન્યૂઝ)ને INR 305 કરોડનું વિદેશી ભંડોળ લાવવા દેવા માટે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રોત્સાહન બોર્ડ (એફઆઈપીબી)ની મંજૂરી આપવામાં ગેરરીતિઓનો કરવાનો આરોપ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.