Not Set/ તંત્રની ડિમોલિશન કામગીરીથી નાગરિકો ખુશ, કાયમી ધોરણે આવી ઝુંબેશ ચાલુ રાખવા કરી માંગ

અમદાવાદ અમદાવાદ શહેરમાં વકરેલી ટ્રાફિક સમસ્યાને જડમુળમાંથી દુર કરવાના દ્રઢ નિર્ધાર સાથે પોલીસ કમિશનરની ઝુંબેશને પ્રચંડ સફળતા મળી રહી છે. અમદાવાદની કાયા પલટ પાછળ સતત સપ્તાહથી મહેનત કરનાર એએમસી અને ટ્રાફિક પોલીસની મુહિમ રંગ લાવી રહી છે. મેટ્રો સીટીની ઓળખ ધરાવતાં અમદાવાદને જાણે ટ્રાફિકની સમસ્યાએ નજર લગાડી હતી તેને જડમૂળ નષ્ટ કરવા માટેની પહેલથી નાગરિકો પણ […]

Ahmedabad Top Stories Gujarat Trending
dsasdadsasasadd 7 તંત્રની ડિમોલિશન કામગીરીથી નાગરિકો ખુશ, કાયમી ધોરણે આવી ઝુંબેશ ચાલુ રાખવા કરી માંગ

અમદાવાદ

અમદાવાદ શહેરમાં વકરેલી ટ્રાફિક સમસ્યાને જડમુળમાંથી દુર કરવાના દ્રઢ નિર્ધાર સાથે પોલીસ કમિશનરની ઝુંબેશને પ્રચંડ સફળતા મળી રહી છે.

અમદાવાદની કાયા પલટ પાછળ સતત સપ્તાહથી મહેનત કરનાર એએમસી અને ટ્રાફિક પોલીસની મુહિમ રંગ લાવી રહી છે. મેટ્રો સીટીની ઓળખ ધરાવતાં અમદાવાદને જાણે ટ્રાફિકની સમસ્યાએ નજર લગાડી હતી તેને જડમૂળ નષ્ટ કરવા માટેની પહેલથી નાગરિકો પણ ખુશ જોવા મળી રહ્યાં છે.

11 જુલાઇથી લઇને 3 ઓગસ્ટ સુધીમાં ટ્રાફિક નિયમોના ભંગ બદલ શહેરીજનો પાસેથી પોલીસે રૂ. 90 લાખથી વધારેનો દંડ વસૂલ્યો છે. આ દંડ માત્ર સ્થળ ઉપરથી જ વસૂલમાં આવેલા દંડની રકમ છે. આ ઉપરાંત ઇમેમો અને અન્ય દંડ અગલથી વસૂલાયા છે.

dsasdadsasasadd 8 તંત્રની ડિમોલિશન કામગીરીથી નાગરિકો ખુશ, કાયમી ધોરણે આવી ઝુંબેશ ચાલુ રાખવા કરી માંગ

અમદાવાદના શોપીંગ હબ ગણાતા રતનપોળમાં પણ દબાણો દૂર કરવાંમાં આવ્યા હતા. ત્યારબાદની પરિસ્થિતિથી દુકાનદારો  અને  ગ્રાહકો ખુશ જોવા મળી રહ્યા છે. ગીચોગીચ વિસ્તારનાં કારણે ઘોંઘાટ સહીત અનેક સમસ્યાનો અંત આવતા આ વિસ્તારના લોકો દ્વારા તંત્રની કામગીરીની પ્રશંશા કરવામાં આવી રહી છે.

અમદાવાદમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યા દુર કરવા માટે ગુજરાત હાઈકોર્ટે શહેર પોલીસની સખત શબ્દોમાં ઝટકણી કરી હતી. જેના કારણે અમદાવાદ શહેર પોલીસ વાહનો પાર્ક કરતા લોકો સામે સખત કાર્યવાહી કરી રહી છે.