Politics/ બંગાળમાં ભાજપનાં ત્રણ ધારાસભ્યની ધરપકડ, જાણો શું છે કારણ?

લોકડાઉન નિયમોનાં ભંગનાં આરોપસર રવિવારે પશ્ચિમ બંગાળનાં સિલિગુરીમાં ત્રણ ધારાસભ્યોની અટકાયત કરવામાં આવી હતી. જોકે બાદમાં ત્રણેયને મુક્ત કરવામાં આવ્યા હતા.

Top Stories India
petrol 27 બંગાળમાં ભાજપનાં ત્રણ ધારાસભ્યની ધરપકડ, જાણો શું છે કારણ?

લોકડાઉન નિયમોનાં ભંગનાં આરોપસર રવિવારે પશ્ચિમ બંગાળનાં સિલિગુરીમાં ત્રણ ધારાસભ્યોની અટકાયત કરવામાં આવી હતી. જોકે બાદમાં ત્રણેયને મુક્ત કરવામાં આવ્યા હતા. આ ત્રણ ધારાસભ્યો – શંકર ઘોષ, આનંદમય બર્મન અને શિખા ચટ્ટોપાધ્યાય છે. ત્રણેય કોરોનાથી વધી રહેલા મોત અંગે ઉત્તર બંગાળમાં રાજ્ય સરકાર વિરુદ્ધ વિરોધ કરી રહ્યા હતા.

રાજકારણ / એવુ શું થયુ કે રાહુલ ગાંધીએ પોતાની ધરપકડની કરી માંગ? જાણો

પોલીસ અધિકારીએ કહ્યું કે, ત્રણેય ધારાસભ્યોને થોડા કલાકો પછી કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. સિલિગુડીમાં સફદર હસામી ચોક ખાતે વિરોધ પ્રદર્શન કર્યા બાદ ધારાસભ્યોની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે દાવો કર્યો હતો કે તેઓ કામગીરી દરમિયાન તમામ કોવિડ પ્રોટોકોલોનું પાલન કરી રહ્યા હતા અને તેમની આસપાસ કોઈ ભીડ નહોતી. ભાજપ ઉપર પ્રહાર કરતા તૃણમૂલનાં વરિષ્ઠ નેતા ગૌતમે કહ્યું કે, આ ધારાસભ્યોએ તેમના મત વિસ્તારનાં લોકો સાથે દગો કર્યો છે, કારણ કે તેઓએ લોકડાઉન જેવા સમયે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. તેમણે કહ્યું, “લોકોએ ભાજપનાં નેતાઓનો અસલ ચહેરો જોવો જોઈએ. તેઓ વાયરસનાં ફેલાવા અંગે ઓછા ચિંતિત છે.”

પ્રતિબંધો યથાવત / દિલ્હી બાદ હવે હરિયાણામાં પણ લોકડાઉન લંબાવાયું, જાણો ક્યા સુધી રહેશે પ્રતિબંધો?

તેમણે વધુમાં કહ્યું કે, આ નેતાઓ ફક્ત સંકટની પરિસ્થિતિઓમાં રાજકારણ કરવામાં માને છે. રાજ્ય સરકાર રોગચાળા સામે લડવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. રવિવારે બંગાળમાં 15 દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. કોરોનાનો ફેલાવો અટકાવવા સરકારે અનેક કડક પગલા લીધા છે.

s 3 0 00 00 00 2 બંગાળમાં ભાજપનાં ત્રણ ધારાસભ્યની ધરપકડ, જાણો શું છે કારણ?