Not Set/ ઘરે તો ઠીક છે પણ ગ્રામ પંચાયતની ચુંટણીમાં પણ સાસુ-વહુ સામસામે, મતદારો મૂંઝવણમાં

સરપંચની ચુંટણીમાં સાસુ અને વહુ બન્નેએ સામ સામે ઉમેદવારી નોધાવતા રાજકારણમાં ગરમાવો આવી ગયેલ છે.

Top Stories Gujarat Others
t5 2 5 ઘરે તો ઠીક છે પણ ગ્રામ પંચાયતની ચુંટણીમાં પણ સાસુ-વહુ સામસામે, મતદારો મૂંઝવણમાં

કહેવાય છે કે રાજકારણમાં કોણ કોઇનું ક્યારેય હોતું નથી તેમ ઉના તાલુકાના નાના એવા દેલવાડા ગ્રામ પંચાયત ચુંટણી હાલ સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બની ગયેલ હોય તેમ સરપંચની ચુંટણીમાં સાસુ અને વહુ બન્નેએ સામ સામે ઉમેદવારી નોધાવતા રાજકારણમાં ગરમાવો આવી ગયેલ છે. તો બીજી તરફ નવાઇની વાત એ છે કે સાસુ અને વહુ બન્ને ભાજપમાં હોય મતદારો પણ અવઢવમાં મૂકાઇ તો નવાઇ કહેવાશે નહીં કે પછી ફોર્મ ખેચવાના અંતિમ દિવસે સાસુમાં કે વહુ માંથી ફોર્મ ખેચશે કોણ ? પણ હાલ મળતી માહીતી મુજબ સાસુ અને વહુ બન્ને ચુંટણી લડવાનો નિર્ધાર કર્યો હોય તેવી વાતો સાંભળવા મળી રહી છે. ત્યારે સાસુ અને વહુ બન્ને ચુંટણી સામ સામે લડશે તો, મતદારોનો ઝોક કોના તરફી રહેશે ? તો બીજી તરફ ભાજપના આગેવાનો પણ આ બાબતે મગનું નામ મરી પાડતા નથી.

દેલવાડા ગ્રામ પંચાયતના વર્તમાન સરપંચ અને પૂર્વ યુવા ભાજપના પ્રદેશમાંથી અને વર્તમાન કિશાન મોરચાના ભાવનગર જીલ્લાના પ્રભારી વિજયભાઇ લાખાભાઇ બાંભણીયા સરપંચ છે. પરંતુ આ વર્ષ સામાન્ય સ્ત્રી અનામત આવતા ગ્રામ પંચાયતની ચુંટણીમાં તેમના પત્નિ પૂજાબેન વિજયભાઇ બાંભણીયાની સરપંચ તરીકે ઉમેદવારી નોધાવી અને ગ્રામ પંચાયતના ૧૬ વોર્ડના સભ્યોની પેનલ સાથે મજબૂત દાવેદારી કરી તો તેની સામે પૂજાબેનના સાસુ જીવીબેન લાખાભાઇ બાંભણીયા એ પણ સરપંચ તરીકે દાવેદારી નોધાવી છે.

તમામ વોર્ડમાં સભ્યોની પણ પેનલ બનાવી વહુ સામે સાસુમાંએ પણ ચુંટણી જંગમાં ઝંપલાવ્યુ છે. તે સીવાય અન્ય ત્રણ મહીલાઓએ પણ સરપંચની દાવેદારી હાલ ફોર્મ ભરવાના અંતિમ દિવસે નોધાવી પરંતુ ઉડીને આંખે વળગે તેવી સાસુમાં અને વહુની ઉમેદવારી ચર્ચાનો વિષય બનવા પામેલ છે. તો બીજી તરફ આધારભૂત સુત્રો માંથી મળતી માહીતી મુજબ દેલવાડામાં સાસુ અને વહુનો ચુંટણી જંગ સીધો થવાનો હોવાની વાત નકારી શકાય નહીં તેમ છતાં પણ આતો રાજકારણ છેકે કંઇ કહેવાય નહી અને ફોર્મ ખેચવાની અંતિમ તા. ૭ ડિસે. હોય ત્યારે ગ્રામજનોની મિટ પણ એ દિવસ પર રહેશે કે ફોર્મ સાસુમાં ખેચશે કે વહુ ? કે પછી બન્ને વચ્ચે સીધો ચુંટણી જંગ થશે તેતો આવનાર દિવસોજ કહેશે…

મારા મમ્મી ફોર્મ ખેચવાના નથી….રાહુલ બાંભણીયા..
દેલવાડા ગ્રામ પંચાયત ચુંટણીમાં સરપંચ પદની ઉમેદવારી નોધાવનાર જીવીબેન બાંભણીયાના પુત્ર રાહુલભાઇ સાથે વાત કરતા તેમણે જણાવેલ કે મારા મમ્મી ચુંટણી લડવાના છે. ફોર્મ ખેચવાની વાત આવતી નથી. અને ફોર્મ ખેચવાનું પણ નથી…

માર પત્નિ પણ ફોર્મ ખેચવાની નથી…વિજયભાઇ બાંભણીયા….

વર્તમાન સરપંચ વિજયભાઇ બાંભણીયાના પત્નિ પૂજાબેન બાંભણીયાએ સરપંચ પદની ઉમેદવારી નોધાવી હોય ત્યારે આ બાબતે જીવીબેનના મોટા પુત્ર વિજયભાઇ સાથે વાત કરતા તેમણે જણાવેલ કે મારી પત્નિનું ફોર્મ ખેચવાનું નથી. અને ચુંટણી લડવાની છે.

સાસુ અને વહુ ચુંટણી લડવા અડગ….

દેલવાડા ગ્રામ પંચાયતમાં સામાન્ય સ્ત્રી અનામત હોવાથી સરપંચ પદ માટે જીવીબેન લાખાભાઇ બાંભણીયાની સામે તેમની પુત્રવધુ પૂજાબેન વિજયભાઇ બાંભણીયાએ ઉમેદવારી નોધાવી છે. ત્યારે હાલ ચુંટણી લડવા સાસુમાં અને વહુ બન્ને અડગ છે. અને આ બન્ને ભાજપના આગેવાન હોય ત્યારે ભાજપનાજ આગેવાનોએ પણ આ ઉમેદવારી બાબતે મગનું નામ મરી પાડતા નથી.

ઓમિક્રોન / ભારતમાં નોધાયો ઓમિક્રોનનો ચોથો કેસ, જાણો કયા રાજ્યમાં થઈ એન્ટ્રી ?

ભરુચ / મનસુખભાઇ પગમાં કુહાડી નથી મારતા પણ કુહાડી પર પગ મારે છે,જે હોય એ બોલી દે છે: સી.આર.પાટીલ

Navy Day 2021 / ગેટવે ઓફ ઈન્ડિયા પર લહેરાવ્યો વિશ્વનો સૌથી મોટો ધ્વજ, રાષ્ટ્રનું વધ્યું ગૌરવ

World / ભારત પાસે વિશ્વની જરૂરિયાતની દરેક વસ્તુ છે : પૂર્વ પીએમ ટોની એબોટ