Sports/ IPL અમદાવાદની ટીમ પર સંકટના વાદળ, ટીમ માલિક  CVC કેપિટલ ટીમ સામે થશે તપાસ

અમદાવાદની ટીમને CVC કેપિટલ દ્વારા 5 હજાર કરોડથી વધુમાં ખરીદી લેવામાં આવી હતી. CVC કેપિટલને લઈને ઘણી બાબતો સામે આવી હતી, જેના પર વિવાદ થયો હતો અને હવે BCCI તેની તપાસ કરવા જઈ રહ્યું છે.

Top Stories Sports
t5 2 IPL અમદાવાદની ટીમ પર સંકટના વાદળ, ટીમ માલિક  CVC કેપિટલ ટીમ સામે થશે તપાસ
  • CVC કેપિટલ ટીમ સામે થશે તપાસ
  • BCCIએ તપાસ માટે પેનલની કરી રચના
  • સટ્ટા કંપનીઓ સાથેના સંબંધોની કરશે તપાસ
  • કોલકતા એજીએમ બાદ BCCIનો નિર્ણય
  • 5625 કરોડમાં અમદાવાદ IPL ટીમ ખરીદી હતી

આગામી વર્ષે IPLમાં બે નવી ટીમો જોડાવા જઈ રહી છે, જેમાંથી અમદાવાદની ટીમને લઈને ઘણો વિવાદ થયો હતો. આ ટીમને CVC કેપિટલ દ્વારા રૂ. 5625 કરોડમાં ખરીદી હતી, પરંતુ કંપની વિશે ઘણી બાબતો બહાર આવી હતી. હવે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા BCCIએ એક પેનલની રચના કરી છે, જે સમગ્ર મામલાની તપાસ કરશે.

કોલકાતામાં બીસીસીઆઈની એજીએમની બેઠક બાદ બોર્ડ સેક્રેટરી જય શાહે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું કે સીવીસી કેપિટલના મામલે અમે એક પેનલની રચના કરી છે, જે અમદાવાદની ટીમની ખરીદીના મામલે તપાસ કરશે.

CVC કેપિટલ પર ભારતની બહાર આવેલી કેટલીક સટ્ટાકીય કંપનીઓ સાથે સંબંધ હોવાનો આરોપ હતો. આ અંગે લાંબા સમયથી વિવાદ ચાલતો હતો, તેથી હવે બીસીસીઆઈ આ મામલાની તપાસ કરી રહી છે.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ BCCIએ બે નવી ટીમોની જાહેરાત કરી હતી, આ વખતે IPLમાં અમદાવાદ અને લખનૌની ટીમોને સામેલ કરવામાં આવશે. અમદાવાદને CVC કેપિટલ દ્વારા 5625 કરોડમાં અને લખનૌની ટીમને ગોએન્કા ગ્રૂપે 7 હજાર કરોડથી વધુમાં ખરીદ્યું હતું.

આ સિવાય જય શાહે માહિતી આપી છે કે ટૂંક સમયમાં જ બીસીસીઆઈ દ્વારા એનસીએ હેડની પોસ્ટ માટે જાહેરાત બહાર પાડવામાં આવશે. આવી સ્થિતિમાં, જો વીવીએસ લક્ષ્મણનું નામ ફાઈનલ થાય છે, તો તેણે તેના માટે અરજી કરવી પડશે.

નોંધનીય છે કે પહેલા આ જવાબદારી રાહુલ દ્રવિડ પાસે હતી, પરંતુ હવે તે ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બની ગયો છે. આવી સ્થિતિમાં BCCI ચીફ સૌરવ ગાંગુલીએ VVS લક્ષ્મણને NCA ચીફ બનાવવાનો નિર્ણય લીધો છે, જે પણ ફાઈનલ થઈ ગયો છે. VVS લક્ષ્મણને માત્ર આ  કેટલીક કાર્યવાહી માંથી પસાર થવું પડશે, ત્યારબાદ તેઓ બેંગલુરુ સ્થિત NCAનો હવાલો સંભાળશે.

દેલવાડા / ઘરે તો ઠીક છે પણ ગ્રામ પંચાયતની ચુંટણીમાં પણ સાસુ-વહુ સામસામે, મતદારો મૂંઝવણમાં

ઓમિક્રોન / ભારતમાં નોધાયો ઓમિક્રોનનો ચોથો કેસ, જાણો કયા રાજ્યમાં થઈ એન્ટ્રી ?