Not Set/ ચિન્મયાનંદ કેસ મામલે પીડિતાની ધરપકડ બાદ ભડકી સ્વરા ભાસ્કર, કહ્યુ-બેટી આ લોકોથી જ બચાઓ

એસઆઈટી ટીમે બુધવારે ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી ચિન્મયાનંદ પર દુષ્કર્મ અને જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો અને તેમની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા હતા. જો કે ત્યારબાદ લો ની વિદ્યાર્થીનીને પણ શંકાનાં આધારે પોલીસે ધરપકડ કરી છે. જેના પર પોતાનો ગુસ્સો ઠાલવતા બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે ટ્વીટ કર્યુ છે. Beti inhi sey bachao!!!! SHAME!!!! […]

Top Stories India
24 1565009345 ચિન્મયાનંદ કેસ મામલે પીડિતાની ધરપકડ બાદ ભડકી સ્વરા ભાસ્કર, કહ્યુ-બેટી આ લોકોથી જ બચાઓ

એસઆઈટી ટીમે બુધવારે ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી ચિન્મયાનંદ પર દુષ્કર્મ અને જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો અને તેમની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા હતા. જો કે ત્યારબાદ લો ની વિદ્યાર્થીનીને પણ શંકાનાં આધારે પોલીસે ધરપકડ કરી છે. જેના પર પોતાનો ગુસ્સો ઠાલવતા બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે ટ્વીટ કર્યુ છે.

સ્વરા ભાસ્કરે ટ્વીટ કરતા લખ્યુ છે કે, “બેટીને આમનાથી જ બચાઓ !!! શરમજનક !!!”. સ્વરા ભાસ્કરનાં ટ્વીટ પરથી લાગે છે કે તે વિદ્યાર્થીનીની ધરપકડ અંગે ખૂબ ગુસ્સે છે. સ્વરા ભાસ્કરનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. સ્વરા ભાસ્કર દ્વારા આ ટ્વીટ અંગે લોકોનો પ્રતિસાદ આવવાનું શરૂ થઇ ગયુ છે. માત્ર સ્વરા ભાસ્કર જ નહીં, પરંતુ રિચા ચડ્ડાએ પણ આ મામલે ગુસ્સો વ્યક્ત કર્યો છે. રિચા ચડ્ડાએ ટ્વીટ કરીને વિદ્યાર્થીનીની ધરપકડ અંગે લખ્યું, “શું થઈ રહ્યું છે?”. આપને જણાવી દઈએ કે દુષ્કર્મનાં આરોપી ચિન્મયાનંદની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તબિયત ખરાબ હોવાના કારણે તેને હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, એસઆઈટીની ટીમે 25 સપ્ટેમ્બરે સવારે 8.30 વાગ્યે યુવતીની તેના ઘરેથી ધરપકડ કરી હતી. આ વાતની પુષ્ટિ વિદ્યાર્થીનાં પિતા દ્વારા કરવામાં આવી છે. એસઆઈટી ટીમે યુવતીને મેડિકલ માટે જિલ્લા હોસ્પિટલમાં ખસેડી છે, જ્યાંથી મેડિકલ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ અગાઉ મંગળવારે, પીડિત યુવતીએ એડીજે ફર્સ્ટ કોર્ટમાં એસઆઈટી દ્વારા કરેલા તપાસ અહેવાલ અને આગોતરા જામીન માટે તાત્કાલિક બોલાવવા અરજી કરી હતી. જે બાદ કોર્ટે સુનાવણી બાદ આગામી તારીખ 26 સપ્ટેમ્બર નક્કી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.