gujarat rain/ ગુજરાતમાં જુલાઈમાં અતિવૃષ્ટિ તો ઓગસ્ટમાં અનાવૃષ્ટિઃ આગામી સાત દિવસમાં છૂટોછવાયો વરસાદ પડશે

ગુજરાતમાં વરસાદે બે જ મહિનામાં ટોચ અને તળિયું બંને બતાવી દીધા છે. એકબાજુએ જુલાઈમાં સીઝનનો 80 ટકા વરસાદ પડી ગયો અને રાજ્યના જળાશયો 70 ટકાથી પણ વધારે ભરાઈ ગયા છે,

Top Stories Gujarat
Rain Gujarat 2 1 ગુજરાતમાં જુલાઈમાં અતિવૃષ્ટિ તો ઓગસ્ટમાં અનાવૃષ્ટિઃ આગામી સાત દિવસમાં છૂટોછવાયો વરસાદ પડશે

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદે બે જ Gujarat Rain મહિનામાં ટોચ અને તળિયું બંને બતાવી દીધા છે. એકબાજુએ જુલાઈમાં સીઝનનો 80 ટકા વરસાદ પડી ગયો અને રાજ્યના જળાશયો 70 ટકાથી પણ વધારે ભરાઈ ગયા છે, તેનાથી વિપરીત ઓગસ્ટમાં સીઝનનો એક ટકા વરસાદ માંડ થયો છે. રાજ્યમાં મહિનામાં અંત સુધીમાં છૂટોછવાયો વરસાદ પડે તેમ મનાય છે.

આમ રાજ્યમાંથી હાલમાં વરસાદ તો જાણે Gujarat Rainગાયબ જ થઈ ગયો છે. હવામાન વિભાગે આગામી સપ્તાહમાં સાત દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં એક વરસાદી ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે, જેના લીધે આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી છે. જો કે આ વરસાદ પણ એટલો બધો હોય તેવી સંભાવના નથી. વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા છે, તેથી થોડો ઘણો વરસાદ પડે તો પણ ખેડૂતોને રાહત મળે તેમ છે. ખેડૂતોએ તો સરકાર પાસે નહેરમાં પાણી છોડવાની માંગ કરી છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા Gujarat Rain મોહંતીનું કહેવું છે કે આગામી 24 કલાકમાં ગુજરાતમાં હળવો અને છૂટોછવાયો વરસાદ કે ઝાપટા પડી શકે છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, ગીર, સોમનાથમાં તો ઉત્તર ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.

 

આ પણ વાંચોઃ સસ્પેન્ડ/આણંદના સ્પાય કેમેરા કાંડમાં સંડોવાયેલા એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ અને નાયબ મામલતદાર જે ડી પટેલ સસ્પેન્ડ

આ પણ વાંચોઃ ચક દે ઇન્ડિયા/ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગના સાક્ષી બન્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ ઈસરોના વૈજ્ઞાનિકોને પાઠવ્યા અભિનંદન

આ પણ વાંચોઃ mission moon/રાજ્યની બધી શાળાઓમાં ચંદ્રયાન-3નું લાઇવ લેન્ડિંગ નીહાળવા થયા આદેશ

આ પણ વાંચોઃ Piplod Police Station/દારૂ પકડનારી પોલીસના પોલીસ સ્ટેશનમાંથી દારૂની ચોરી

આ પણ વાંચોઃ કેદી બન્યા ડાયમંડ/ગુજરાતના આરોપીઓ ચમકાવે છે જેલમાં હીરા, જાણો કેટલું કમાય છે દર મહીને