mission moon/ રાજ્યની બધી શાળાઓમાં ચંદ્રયાન-3નું લાઇવ લેન્ડિંગ નીહાળવા થયા આદેશ

ચંદ્રયાન-3નું લાઇવ લેન્ડિંગ નીહાળવા માટે આદેશ થયા છે. આ જીવંત પ્રસારણ તમામ સ્કૂલોમાં થશે. રાજ્ય સરકારની તમામ સ્કૂલોમાં ચંદ્રયાનના લેન્ડિંગનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આ અંગેની સૂચના આપવામાં આવી છે.

Top Stories Gujarat
16 રાજ્યની બધી શાળાઓમાં ચંદ્રયાન-3નું લાઇવ લેન્ડિંગ નીહાળવા થયા આદેશ

ગાંધીનગરઃ ચંદ્રયાન-3નું લાઇવ લેન્ડિંગ Moon Mission નીહાળવા માટે આદેશ થયા છે. આ જીવંત પ્રસારણ તમામ સ્કૂલોમાં થશે. રાજ્ય સરકારની તમામ સ્કૂલોમાં ચંદ્રયાનના લેન્ડિંગનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આ અંગેની સૂચના આપવામાં આવી છે.

રાજ્યની દરેક સરકારી શાળામાં ચંદ્રયાનના Moon Mission  લેન્ડિંગના જીવંત પ્રસારણની સૂચના આપવામાં આવી છે. ફક્ત એટલું જ નહી આના પછી હવે ઇસરોના હવે પછીના આવા મોટા પ્રોજેક્ટના જીવંત પ્રસારણ માટે પણ તૈયાર રહેવાનું જણાવી દેવાયું છે.

ફક્ત શાળાના વિદ્યાર્થીઓ જ નહી પણ શાળાના Moon Mission સ્ટાફને પણ ચંદ્રયાન-3ના લેન્ડિંગનું જીવંત પ્રસારણ નીહાળવાની સૂચના આપવામાં આવી છે. જિલ્લા શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ગાંધીનગરની કોઈ સ્કૂલમાં પહોંચી જશે તેમ જણાવાયું છે. મોટાભાગે આજની કેબિનેટ મીટિંગમાં જ આ પ્રકારની સૂચના આપવામાં આવી હોવાનું કહેવાય છે.

હવે આ સૂચના ફક્ત ગુજરાતમાં જ છે કે સમગ્ર દેશમાં Moon Mission છે તે તો સમય જ કહેશે, પરંતુ ગુજરાતની લગભગ બધી જ સરકારી શાળાને તેના માટેની સૂચના આપવામાં આવી છે. તેની સાથે ખાનગી શાળાઓને પણ આ માટે કહેવામાં આવ્યું છે.

રાજ્યમાં આમ પણ ચંદ્રયાન-3ના લેન્ડિંગને લઈને ઉત્સુકતાનું વાતાવરણ છે. ચંદ્રયાન કઈ રીતે લેન્ડ કરશે, સોફ્ટ લેન્ડિંગ કેવા પ્રકારનું હશે, તેની સમગ્ર પ્રક્રિયા કેવી હશે અને તે ક્યારે શરૂ થશે અને ક્યારે પૂરી થશે તેને લઈને લોકો અત્યંત ઉત્સુક છે. તેને લઈને ગુજરાતના આબાલવૃદ્ધોની સાથે બાળકો તથા કોલેજિયનોમાં પણ નવો ઉત્સાહ છે. ધાર્મિક લોકો આ પ્રોજેક્ટની સફળતા માટે પ્રાર્થના કરી રહ્યા છે કેમકે તે તેમના સંતાનો માટે ભવિષ્યમાં અનેક તકોના દરવાજા ખોલશે.

 

આ પણ વાંચોઃ મંતવ્ય વિશેષ/ એક ક્લિકમાં વાંચો ચંદ્રયાનન-3 ની સંપૂર્ણ વિગત

આ પણ વાંચોઃ મંતવ્ય વિશેષ/ શા માટે બ્રિક્સ ભારત માટે મહત્વપૂર્ણ? 40 દેશો બ્રિક્સના સભ્ય બનવાની રેસમાં

આ પણ વાંચોઃ ISRO-Mission-Chandrayan-3/ ભારત ચંદ્ર પર ઈતિહાસ રચવાની ખૂબ નજીક છે, ચંદ્રયાન-3 મિશનની શરૂઆતથી હાલની સ્થિતિ સુધી જાણો

આ પણ વાંચોઃ Chandrayaan 3/ દેશના આ જિલ્લાની જમીન સાથે ચંદ્રનું કનેક્શન, અહીંની માટીમાં છુપાયેલું છે ચંદ્રયાન 3ની સફળતાનું રહસ્ય

આ પણ વાંચોઃ Chandrayaan 3 Landing/ 15 વર્ષમાં ત્રીજું ચંદ્ર મિશન, લાગે છે કે ચંદ્ર ઈસરોને વારંવાર આપે છે આમંત્રણ