કોરોના/ રાજ્ય માં છેલ્લા 24 કલાક માં કોરોનાના નવા 15 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાની સ્થિતિ સામાન્ય હોવાથી સરકારે તમામ બાબતોમાં છૂટછાટ આપીને વેપાર ધંધાનેો પુન સક્રીય કર્યા છે અને તેમામ જાહેર પાર્ક પણ ખુલ્લા

Top Stories Gujarat
Untitled 35 રાજ્ય માં છેલ્લા 24 કલાક માં કોરોનાના નવા 15 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે જેના લીધે હાલ ગુજરાતની સ્થતિ કોરોના મામલે સારી છે હવે કોરોનાના નવા સંક્રમમના કેસોમાં નોધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે .કોરોનાની બીજી લહેર હાલ તળીયે જોવા મળી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના કેસ 15 કેસ નોંધાયા છે, આ કેસ પરથી સ્પષ્ટ્ર થાય છે કે કોરોનાની સ્થિતિ હાલ રાજ્યમાં અંડર કંટ્રોલ જોવા મળી રહી છે .

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ સામા્ન્ય બની છે અને રાજ્યમાં જન જીવન ફરી એકવાર ધબકતું જોવા મળે છે, રાજ્ય સરકારે હાલ કેસમાં ઘટાડો નોંધાતો હોવાથી તમામ બાબતોમાં છૂટછાટ આપી છે ,આરોગ્ય વિભાગના આંકડા પરથી ખ્યાલ આવશે કે સ્થિતિ સામાન્ય બની રહી છે, છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 15 નવા કેસ નોંધાયા છે અને કુલ કેસો 8.24,977 થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના લીધે  વ્યક્તિનું મૃત્યું થયું  નથી .કોરોનાને્ માત આપી સાજા થયેલાની સંખ્યા પણ વધી છે ,રાજ્યમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 16નોંધાઇ છે.

ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,246  થઇ છે્,હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં માત્ર 148 છે. આરોગ્ય વિભાગના આંકડા પરથી જાણવા મળે છે કે કોરોનાની સ્થિતિ હાલ અકુંશમાં છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોનાની સ્થિતિ સામાન્ય હોવાથી સરકારે તમામ બાબતોમાં છૂટછાટ આપીને વેપાર ધંધાનેો પુન સક્રીય કર્યા છે અને તેમામ જાહેર પાર્ક પણ ખુલ્લા મૂક્યા છે