અમદાવાદ/ ઇસ્કોન મંદિરમાં અમિત શાહે આરતી કરી ભગવાન દ્ધારકાધીશના 5249માં જન્મદિવસની કરી ઉજવણી

રાત્રે સાડા અગીયાર કલાકે ઈસ્કોન મંદિરમાં દર્શન માટે અમિત શાહ પહોંચ્યા હતા. જયા આરતી કરી ભગવાન દ્વારકાધીશના 5249માં જન્મદિવસની ઉજવણી કરી

Top Stories Gujarat
12 1 2 ઇસ્કોન મંદિરમાં અમિત શાહે આરતી કરી ભગવાન દ્ધારકાધીશના 5249માં જન્મદિવસની કરી ઉજવણી

નંદ ઘેર આનંદ ભયોના નાદથી સમગ્ર દ્વારકા સહીત કૃષ્ણ મંદિરો ગુંજી ઉઠયા છે અને ગગનભેદી જયઘોષથી વાતાવરણ પવિત્ર બન્યું છે. રાત્રે 12 ના ટકોરે  ગામડા એન શહેરો ઉપરાંત તમામ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણની ભવ્ય આરતી શરૂ કરાઇ હતી. સમગ્ર દેશભરના કૃષ્ણ મંદરોમાં ધૂમધામ પૂર્વક વ્હાલા કાન્હાના વધામણા કરવામાં આવ્યા છે. જય કનૈયા લાલ કી, જય હો નંદલાલ કીના નાદ સાથે ડાકોર મંદિરમાં પણ કૃષ્ણ ભક્તિનો માહોલ બરોબરનો જામ્યો હતો અને શામળાજી મંદિર ખાતે પણ મહાઆરતી કરી જન્મોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. એજ રીતે અમદાવાદના ઈસ્કોન મંદિરના આંગણે પણ કૃષ્ણ જન્મને વધાવાયો હતો.

તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ આજે અમદાવાદની મુલાકાત લઈ જન્માષ્ટમીનો તહેવાર અમદાવાદમાં ઉજવ્યો હતો. અમદાવાદ એરપોર્ટ પર અમિત શાહનું સ્વાગત કરાયુ હતું. ત્યારબાદ રાત્રે સાડા અગીયાર કલાકે ઈસ્કોન મંદિરમાં દર્શન માટે અમિત શાહ પહોંચ્યા હતા. જયા આરતી કરી ભગવાન દ્વારકાધીશના 5249માં જન્મદિવસની ઉજવણી કરી હતી.

ભગવાન દ્વારકાધીશનો 5249મો જન્મદિવસ દ્વારકાના જગતમંદિરે રંગેચંગે ઊજવાઇ રહ્યો છે. પ્રભુને શૃંગાર ભોગ ધરાવાયા પછી ભગવાનની શૃંગાર આરતી કરવામાં આવી હતી., જેનો લહાવો લેવા માટે અને કાળિયા ઠાકરને જન્મદિવસનાં વધામણાં આપવા ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું છે. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કીના નાદ સાથે સમગ્ર દ્વારકાનગરી જાણે કૃષ્ણમય બની હતી. તો ડાકોરમાં જન્માષ્ટમીની ઉજવણી કરાઇ છે. ભગવાન કૃષ્ણને પારણે ઝૂલાવ્યા હતા. ત્યારે ડાકોરના ઠાકોરજીની એક ઝલક માટે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ગોમતી ઘાટ અને રણછોડરાય મંદિર “જય રણછોડ. માખણચોર”ના નાદથી ગુંજી ઉઠ્યું છે.

અમદાવાદની ગલીઓમાં અને સોસાયટીના પ્રાગણમાં પણ જન્માષ્ટમીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 12 ટકોરે શરૂ કરવામાં આવલા કુષ્ણ જન્મોત્સવમાં ભાવિકો મનભરીને ઉત્સવ કરી રહ્યા છે. અમદાવાદનું ઇસ્કોન મંદિરમાં હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલા કીના નારાથી ગુંજી ઉઠ્યું છે. ઠેરઠેર ફટાકડા ફોડ, આતીષબાજી કરી ભગવાનના જન્મના વઘામણા કરવામાં આવી રહ્યાં છે. આવતીકાલે ભારતભરના મંદિરોમાં કુષ્ણ જન્મના પારણા કરવામાં આવશે.