લોસ એન્જલસ,
ભારતીય ફિલ્મ નિર્માતા ગુનિત મોન્ગાએ પઁણ ફિલ્મ પિરિયડ એન્ડ ઓફ સેન્ટેન્સ માટે બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ કેટેગરીમાં ઓસ્કાર એવોર્ડ જીતીને તમામને રોમાંચિત કરી દીધા છે. આ પિલ્મને રયાક્તા જહતાબચી અને મેલિસા બર્ટન દ્વારા નિર્દેશન કરવામાં આવ્યુ હતુ. ઇરાન-અમેરિકન ફિલ્મ નિર્દેશક રયાક્તા દ્વારા ઓસ્કાર જીતી લીધા બાદ કહ્યુ હતુ કે તેમને આ બાબત પર વિશ્વાસ થઇ રહ્યો નથી કે પિરિયડસ પર બનેલી ફિલ્મે ઓસ્કાર જીતી લીધો છે.
એવોર્ડ જીતી લીધા બાદ ગુનિત મોન્ગાએ ટ્વીટર પર કહ્યુ હતુ કે તેમને આ સમાચાર સાંભળીને ભારે ખુશી થઇ રહી છે. તેમણે કહ્યુ છે કે આ જમીન પર રહેતી તમામ યુવતિને સમજી લેવાની જરૂર છે કે તે દેવી તરીકે છે.
આ ફિલ્મ ભારતીય પૃષ્ઠ ભૂમિ પર બનેલી એક શાનદાર ફિલ્મ છે. જેમાં પિરિયડના મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે. ફિલ્મની પટકથા હાપુડમાં એક ગામની એવી મહિલાઓની આસપાસ આ ફિલ્મની પટકથા ફરે છે જેમની પાસે પેડ્સ, ઉપલબ્ધ નથી. જેથી કેટલીક મહિલાઓને બિમારીઓનો સામનો કરવો પડે છે. જેના કારણે મોત પણ થઇ જાય છે. 26 મિનિટની આ ફિલ્મ તમામનુ ધ્યાન ખેંચે તે પ્રકારની ફિલ્મ છે.
પેડ ન હોવાના કારણે વિદ્યાર્થીનિઓ સ્કુલ જઇ શકતી નથી તે બાબત પણ ફિલ્મમાં દર્શાવવામાં આવી છે. હોલિવુડના સૌથી મોટા એવોર્ડ શો ઓસ્કારનુ આયોજન આજે સવારે કરવામાં આવ્યુ હતુ. આને લઇને તમામ તૈયારી પહેલાથી જ કરવામાં આવી હતી.
આ 91માં કાર્યક્રમ રહ્યો હતો. ભવ્ય, રંગારંગ અને દિલધડક કાર્યક્રમ કેલિફોર્નિયાના ડોલ્બી થિયેટરમાં યોજાયો હતો આ પ્રસંગે દુનિયાભરના ફિલ્મ જગતના લોકો હાજર રહ્યા હતા. આ ઉપરાંત ૨૨૫ દેશોમાં તેનુ પ્રસારણ કરવામાં આવ્યુ હતુ. ઓસ્કાર એવોર્ડ કાર્યક્રમને લઇને તૈયારી હાલ ચાલી રહી હતી.