Not Set/ મહિલા એશિયા કપ ટી-૨૦ : ફાઈનલ મુકાબલામાં ૩ વિકેટે ભારતનો થયો પરાજય

કુઆલાલમ્પુર, કુઆલાલમ્પુરમાં રમાઈ રહેલા મહિલા એશિયા કપ ટી-૨૦ના ફાઈનલ મુકાબલામાં ભારતની મહિલા ટીમનો ત્રણ વિકેટે પરાજય થયો છે. બાંગ્લાદેશ સામે રમાયેલી ફાઈનલ મેચમાં હાર સાથે જ ભારતનો સતત સાતમી વખત એશિયા કપ જીતવાનું સપનું અધુરુ રહી ગયું છે.  બીજી બાજુ બાંગ્લાદેશની મહિલા ટીમ પ્રથમ વાર એશિયા કપની ચેમ્પિયન બની છે. Bangladesh beat India by 3 […]

Trending Sports
DfUc1g9V4AAns1u મહિલા એશિયા કપ ટી-૨૦ : ફાઈનલ મુકાબલામાં ૩ વિકેટે ભારતનો થયો પરાજય

કુઆલાલમ્પુર,

કુઆલાલમ્પુરમાં રમાઈ રહેલા મહિલા એશિયા કપ ટી-૨૦ના ફાઈનલ મુકાબલામાં ભારતની મહિલા ટીમનો ત્રણ વિકેટે પરાજય થયો છે. બાંગ્લાદેશ સામે રમાયેલી ફાઈનલ મેચમાં હાર સાથે જ ભારતનો સતત સાતમી વખત એશિયા કપ જીતવાનું સપનું અધુરુ રહી ગયું છે.  બીજી બાજુ બાંગ્લાદેશની મહિલા ટીમ પ્રથમ વાર એશિયા કપની ચેમ્પિયન બની છે.

બાંગ્લાદેશની મહિલા ખેલાડી રૂમાના અહેમદને મેન ઓફ ધ મેચ એવોર્ડ જયારે હરમનપ્રિત કોરને પ્લેયર ઓફ ધ સીરીઝ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૯ વિકેટના નુકશાને ૧૧૨ રન બનાવ્યા હતા. જેમાં કેપ્ટન હરમાનપ્રિત કોરે ૪૨ બોલમાં ૫૬ રન ફટકાર્યા હતા.

ભારત દ્વારા આપવામાં ૧૧૩ રનના ટાર્ગેટના જવાબમાં બાંગ્લાદેશની ટીમે મેચના અંતિમે વટાવી ત્રણ વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો. બાંગ્લાદેશ તરફથી નિગાર સુલતાનાએ સૌથી વધુ ૨૭ રન ફટકાર્યા હતા. જયારે રૂમાના અહેમદે ૨૩ રન અને આયશા રહેમાને ૧૭ રન ફટકાર્યા હતા. બીજી બાજુ ભારતીય મહિલા બોલરોએ પણ મેચના અંતિમ બોલ સુધી લડત આપી હતી પરંતુ પોતાની ટીમને વિજય આપવી શક્યા ન હતા.

ભારત મહિલા બોલરોમાં પૂનમ યાદવે શાનદાર બોલિંગ પરફોર્મન્સ કરતા સૌથી વધુ ૪ વિકેટ જયારે  હરમાનપ્રિત કોરે ૨ વિકેટ ઝડપી હતી.