Not Set/ અતિવૃષ્ટિમાં ચુકવાતી સહાયમાં વધારો, તો સાથે મંત્રી અને અધિકારીઓને ફરજીયાત ગાંધીનગર હાજર રહેવા આદેશ

અસરગ્રસ્ત વિસ્તારમાં ઘરવખરી નુકસાનની સહાય જે 3800 હતી તેમાં રૂ.  3200નો વધારો કરવામાં આવ્યો છે.  હવેથી ઘરવખરી નુકસાન માટે  7000  ચુકવવામાં આવશે. 

Top Stories Gujarat Others Trending
સહાય અતિવૃષ્ટિમાં ચુકવાતી સહાયમાં વધારો, તો સાથે મંત્રી અને અધિકારીઓને ફરજીયાત ગાંધીનગર હાજર રહેવા આદેશ

આજે બુધવારે ભુપેન્દ્ર ભાઈની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક મળી હતી. જેમાં  કેટલાક પ્રજાલક્ષી નિર્ણયો કરવામાં આવ્યા છે. જે અંગે બેઠક બાદ પત્રકાર પરિષદ યોજી જાહેરાત કરવામાં આવી છે. જેમાં કુદરતી આફત બાદ ચુકવાતી સહાય માં વધારો કરાયો છે.  અને કેબિનેટ બેઠકમાં સહાયમાં વધારો કરવા મંજૂરી અપાઇ છે. કેશડોલની રકમ અને SDRFનાં ધોરણમાં પણ ફેરફાર કરવામાં આવશે. બેઠક બાદ પ્રવકતા, મંત્રી, અધિકારી વચ્ચે બેઠક મળી હતી. અને ત્યાર બાદ આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

મંત્રી અને અધિકારીઓની ફરજીયાત હાજરી 

મુખ્યમંત્રીએ કેબિનેટની બેઠકમાં મંત્રીઓને સુચના આપી છે. હવેથી મંત્રીઓએ સોમ, મંગળ, બુધ ગાંધીનગરમાં હાજર રહેવું પડશે તો  સાથે અધિકારીઓએ પણ સોમ, મંગળ ઓફિસમાં હાજર રહેવુ પડશે. ધારાસભ્ય કોઈ અધિકારીની મુલાકાતે જાય તો અધિકારી તેને માનપૂર્વક અંદર બોલાવે. ધારાસભ્યોને બહાર રાહ ન જોવડાવે.  અગાઉ અધિકારીઓ ધારાસભ્યો ને રાહ જોવડાવતા હતા.

પૂર પીડિતોની વહારે આવી સરકાર: વાઘાણી

ઘરવખરી સહાયમાં રૂ. ૩ર૦૦નો વધારો કરી હવે પરિવાર દિઠ રૂ. ૭૦૦૦ અપાશે
 વરસાદથી નાશ પામેલા ઝૂંપડાના કિસ્સામાં રૂ. પ૯૦૦નો વધારો કરી હવે ઝૂંપડા દિઠ રૂ.૧૦ હજાર સહાય મળશે
 અંશત: નુકશાન પામેલા પાકા મકાનોની સહાય પેટે હવે રૂ. ૧પ હજાર મળશે
 અંશત: નુકશાન પામેલા કાચા મકાનોની સહાયમાં રૂ. ૬૮૦૦નો વધારો કરાયો
 દૂધાળા મોટા પશુ મૃત્યુ સહાય હવે પાંચ પશુ સુધી પશુ દિઠ રૂ. પ૦ હજાર પ્રમાણે અપાશે
 ઘેટાં-બકરાં જેવા દૂધાળા નાના પશુઓના મૃત્યુના કિસ્સામાં પશુદિઠ રૂ. પ હજાર સહાય રાજ્ય સરકાર આપશે

અત્રે ઉલ્લેખનીય છે કે નવા મુખ્યમંત્રીનો કારભાર સંભાળતા જ ભૂપેન્દ્રભાઈએ સૌ પ્રથમ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. જેમાં તેઓ પ્રથમ જામનગરની મુલાકાતે ગયા હતા. નુકસાનનો સર્વે પણ કરાયો હતો. જો કે આજે મળેલી કેબીનેટની બેઠકમાં કુદરતી આફત બાદ ચુકવાતી સહાયમાં વધારો કરાયો છે. મંત્રીઓએ આ સંદર્ભમાં વધુમાં જણાવ્યું કે, ભારે વરસાદથી ઘરવખરીને નુકશાન કે તણાઇ જવાના કિસ્સામાં SDRFની રૂ. ૩૮૦૦ની સહાયમાં આજે મંત્રીમંડળે વધારાના રૂ. ૩ર૦૦ની સહાય આપીને પરિવાર દિઠ રૂ. ૭૦૦૦ ઘરવખરી સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

તેમણે ઉમેર્યુ કે, તીવ્ર વરસાદથી જે ઝૂંપડાઓ નાશ પામ્યા છે તેવા કિસ્સામાં રાજ્ય સરકારે રૂ. પ૯૦૦નો વધારો આપવાનો નિર્ણય કર્યો છે.
તદઅનુસાર, નાશ પામેલા ઝૂંપડાઓ માટે SDRFના રૂ. ૪૧૦૦માં રાજ્ય સરકારના વધારાના રૂ. પ૯૦૦ મળી હવે ઝૂંપડા દિઠ રૂ. ૧૦ હજારની સહાય અપાશે.
રાજ્ય સરકારે મકાન સહાય ઉપરાંત પશુમૃત્યુ સહાય, પશુ શેડ નુકશાન સામે સહાયમાં પણ વધારો કરવાનો નિર્ણય આજે મળેલી કેબિનેટ બેઠકમાં કર્યો છે. આ અંગેની વધુ વિગતો આપતાં કહ્યું કે ભારે વરસાદથી અંશત: નાશ પામેલા પાકા મકાનો માટે SDRF અન્વયે મળવાપાત્ર રૂ. પર૦૦ ઉપરાંત રાજ્ય સરકારના વધારાના રૂ. ૯૮૦૦ મળી હવે આવા મકાનો માટે મકાન દિઠ રૂ. ૧પ હજાર રાજ્ય સરકાર આપશે.

તેમણે એમ પણ ઉમેર્યુ કે, જે કાચા મકાનો ભારે વરસાદને પરિણામે અંશત: નાશ પામ્યા છે તેવા મકાનો માટેની સહાયમાં રાજ્ય સરકારે રૂ. ૬૮૦૦નો વધારો કર્યો છે. તદઅનુસાર, SDRFના ધોરણો મુજબ રૂ. ૩ર૦૦ મળવાપાત્ર સહાય અને વધારાની રૂ. ૬૮૦૦ એમ કુલ ૧૦ હજારની સહાય ચુકવવામાં આવશે.

મહેસુલ મંત્રી અને શિક્ષણ મંત્રીએ અતિ વરસાદની પરિસ્થિતીમાં મૃત્યુ પામેલા નાના-મોટા દૂધાળા પશુઓની પશુ મૃત્યુ સહાયના ધોરણોમાં કેબિનેટ બેઠકે કરેલા વધારાની વિગતો પણ આપી હતી. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગાય, ભેસ જેવા મોટા દૂધાળા પશુઓના મૃત્યુના કિસ્સામાં અગાઉ માત્ર ૩ પશુ મૃત્યુ સુધી જ સહાય ચુકવવામાં આવતી હતી. પશુપાલકોને પશુઓના મૃત્યુથી થયેલા નુકશાન અંગે સહાનૂભુતિ દર્શાવતાં હવે પાંચ પશુ સુધી આવી મૃત્યુ સહાય આપવાનો નિર્ણય કર્યો છે.

એટલું જ નહિ, SDRFના ધોરણો મુજબ રૂ. ૩૦ હજારની પશુ મૃત્યુ સહાય પશુ દિઠ મળતી હતી. તેમાં વધારાના રૂ. ર૦ હજાર રાજ્ય સરકાર આપશે તેવો પણ નિર્ણય કર્યો છે. આમ, હવે દૂધાળા મોટા પશુ મૃત્યુના કિસ્સામાં પાંચ પશુ મૃત્યુ સુધી પશુ દિઠ રૂ. પ૦ હજારની સહાય પશુપાલકોને અપાશે. વરસાદની આ સ્થિતીમાં આ ત્રણ જિલ્લાઓમાં ઘેટાં-બકરાં જેવા નાના દૂધાળા પશુઓના પણ મૃત્યુ થયાના કિસ્સા રાજ્ય સરકારના ધ્યાને આવ્યા છે. નાના દૂધાળા પશુઓના મૃત્યુની સહાયમાં પણ પશુ દિઠ રૂ. બે હજારનો વધારો રાજ્ય મંત્રીમંડળની પ્રથમ કેબિનેટે કરવાનો નિર્ણય કર્યો છે તેની વિગતો આપી હતી.  હવે આવા નાના દૂધાળા પશુઓના મૃત્યુની સહાય પશુદિઠ પ હજાર પ્રમાણે રાજ્ય સરકાર આપશે.

ભારે વરસાદને કારણે પશુઓ બાંધવાની ગમાણ-કેટલ શેડને પણ નુકશાન થયું હોય ત્યાં SDRFના રૂ. ર૧૦૦ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી રૂ. ર૯૦૦ વધારાના મળી કુલ રૂ. પ૦૦૦ની સહાય શેડ-ગમાણ દિઠ આપવાનો મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે નિર્ણય કર્યો છે.
તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર આ વરસાદી આફતમાં રાજકોટ, જૂનાગઢ અને જામનગર જિલ્લાના અસરગ્રસ્તોની મદદ સહાય માટે સદૈવ તત્પર છે અને આ સુધારેલા ધોરણો મુજબ સહાય ચુકવણી માટેના જરૂરી આદેશો પણ કરવામાં આવ્યા છે.

 આ સહાય રાજકોટ-જૂનાગઢ-જામનગર જિલ્લાના અસરગ્રસ્ત પરિવારો- પશુપાલકો માટે ચાલુ વર્ષથીજ લાગુ પડશે .

મેડ ઇન ઇન્ડિયા ફેસબુક / ભારતમ એપ લોન્ચ, ફેસબુકની તમામ સુવિધાઓ મળશે

કાર્યવાહી / એમેઝોનએ 600 ચાઇનીઝ બ્રાન્ડ પર પ્રતિબંધ મૂક્યો

Technology / વોટ્સએપ પર ગ્રુપ કોલ કરનારાઓ માટે સારા સમાચાર! નવી સુવિધા તમારા માટે આવી રહી છે