Not Set/ ભારતીય સેના બનશે વધુ મજબૂત, સરકાર દ્વારા ૪૬ હજાર કરોડ રૂપિયાના રક્ષા સૌદાને અપાઈ લીલી ઝંડી

નવી દિલ્હી, દુનિયાની મહાસત્તાઓ અને પાડોશી દેશો સામે પોતાની સેનાને વધુ ને વધુ મજબૂત બનાવવાના હેતુથી ભારત સરકાર દ્વારા વધુ એક પગલું માંડવામાં આવ્યું છે. રક્ષા મંત્રાલય દ્વારા આર્મી અને નેવી માટેના રક્ષા સૌદાને મંજુરી આપવામાં આવી છે. રક્ષા મંત્રાલય દ્વારા મંજુરી મળ્યા બાદ હવે નૌસેના માટે ૧૧૧ બહુહેતુક (મલ્ટી પર્પજ) હેલિકોપ્ટર અને અંદાજે ૧૫૦ […]

Top Stories India Trending
dc Cover t5iv97f3m3chgf32kh4fp5fih2 20170107164027.Medi ભારતીય સેના બનશે વધુ મજબૂત, સરકાર દ્વારા ૪૬ હજાર કરોડ રૂપિયાના રક્ષા સૌદાને અપાઈ લીલી ઝંડી

નવી દિલ્હી,

દુનિયાની મહાસત્તાઓ અને પાડોશી દેશો સામે પોતાની સેનાને વધુ ને વધુ મજબૂત બનાવવાના હેતુથી ભારત સરકાર દ્વારા વધુ એક પગલું માંડવામાં આવ્યું છે. રક્ષા મંત્રાલય દ્વારા આર્મી અને નેવી માટેના રક્ષા સૌદાને મંજુરી આપવામાં આવી છે.

રક્ષા મંત્રાલય દ્વારા મંજુરી મળ્યા બાદ હવે નૌસેના માટે ૧૧૧ બહુહેતુક (મલ્ટી પર્પજ) હેલિકોપ્ટર અને અંદાજે ૧૫૦ આર્ટીલરી ગન સિસ્ટમ ખરીદવામાં આવશે. મળતી માહિતી મુજબ, આ ડીલ પર લગભગ ૨૧ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે.

રક્ષા મંત્રાલય દ્વારા કુલ ૪૬૦૦૦ હજાર કરોડ રૂપિયાના રક્ષા ઉપકરણો ખરીદવા માટેની મંજુરી આપી છે, જેમાં હેલિકોપ્ટર ડીલ પણ શામેલ છે.

ભારતીય સેના માટે હથિયાર સહિતના ઉપકરણો ખરીદવાનો નિર્ણય સંરક્ષણ સંપાદન પરિષદ (DAC)ની બેઠકમાં કરવામાં આવ્યો છે. DACએ સેના સાથે જોડાયેલી ખરીદી પર નિર્ણય કરનારી સૌથી મોટી બોડી છે.

એક સિનીયર અધિકારીએ જણાવ્યું, “DAC દ્વારા ૧૧૧ હેલિકોપ્ટર ખરીદવા માટેની મંજુરી આપી છે, જેમાં ૨૧ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે”.

અત્રે ઉલ્લેખનિય છે કે, સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ હેઠળ રક્ષા મંત્રાલયનો આ પહેલો પ્રોજેક્ટ છે અને તેનો મુખ્ય ઉદ્દેશ “મેક ઇન ઇન્ડિયા”ના પ્રોગ્રામને પ્રોત્સાહન આપવાનો છે.

અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, “DAC દ્વારા કેટલીક અન્ય ખરીદી કરવા માટે પણ મંજુરી આપી છે, જેમાં અંદાજે ૨૪,૮૭૯ કરોડ રૂપિયા ખર્ચ થશે. આ દિલમાં આર્મી માટે ૧૫૫ mm વાળી ૧૫૦ આર્ટીલરી ગન સિસ્ટમ ખરીદવામાં આવશે. આ સિસ્ટમ દેશમાં જ DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ) દ્વારા ડિઝાઈન અને વિકસિત કરવામાં આવશે.

FH 70 155mm gun 6065127314 ભારતીય સેના બનશે વધુ મજબૂત, સરકાર દ્વારા ૪૬ હજાર કરોડ રૂપિયાના રક્ષા સૌદાને અપાઈ લીલી ઝંડી

આ ઉપરાંત ૧૪ વર્ટિકલ લોન્ચ થઇ શકે એવી શોર્ટ રેંજ મિસાઈલ રેંજ સિસ્ટમની ખરીદીને પણ DAC દ્વારા મંજુરી મળી છે, જેમાંથી ૧૦ દેશી હશે.