Not Set/ જો ભાજપ સત્તા પર આવશે દેશને ‘હિન્દુ પાકિસ્તાન’માં ફેરવી કાઢશે :શશી થરૂર

  તિરૂવનંતપુરમ કોંગ્રેસના નેતા શશી થરૂરે વિવાદીત નિવેદન આપતાં કહ્યું છે કે જો આગામી ઇલેક્શનમાં ભાજપ સત્તા પર આવશે તો તેઓ ભારતને ‘હિન્દુ પાકિસ્તાન’માં ફેરવી કાઢશે.થરૂરે કહ્યું હતું કે ભાજપ સત્તા પર આવશે તો તે દેશના બંધારણને પણ ફેરવી કાઢશે કેમ કે સંઘ પરિવારના દરેક વિચારક ઈચ્છતા હતા કે, ભારતીય બંધારણનો ત્યાગ કરી દેવામાં આવે. […]

Top Stories
shashai tharoor જો ભાજપ સત્તા પર આવશે દેશને 'હિન્દુ પાકિસ્તાન'માં ફેરવી કાઢશે :શશી થરૂર

 

તિરૂવનંતપુરમ

કોંગ્રેસના નેતા શશી થરૂરે વિવાદીત નિવેદન આપતાં કહ્યું છે કે જો આગામી ઇલેક્શનમાં ભાજપ સત્તા પર આવશે તો તેઓ ભારતને ‘હિન્દુ પાકિસ્તાન’માં ફેરવી કાઢશે.થરૂરે કહ્યું હતું કે ભાજપ સત્તા પર આવશે તો તે દેશના બંધારણને પણ ફેરવી કાઢશે કેમ કે સંઘ પરિવારના દરેક વિચારક ઈચ્છતા હતા કે, ભારતીય બંધારણનો ત્યાગ કરી દેવામાં આવે.

તિરુવનંતપુરમના કોંગ્રેસ સાંસદ થરુરે કહ્યું, ભાજપ સરકાર બંધારણમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરે છે અને તેના માટે આવતા ચાર-પાંચ વર્ષોમાં તેઓ રાજ્યસભામાં પણ બહુમતી મેળવી લેશે.

થરુરે કહ્યું, ભાજપ ત્રણેય તાકાત મેળવી લેશે ત્યારે હાલના ભારતીય બંધારણને ઉખાડીને ફેંકી દેશે અને એક નવું બંધારણ લખશે. તેમનું નવું બંધારણ હિન્દુ રાષ્ટ્ર પ્રમાણેનું હશે.ભાજપ લઘુમતી માટે સમાનતાના અધિકારો હટાવી દેશે. ત્યારપછી ભારતની સ્થિતિ ‘હિન્દુ-પાકિસ્તાન’ જેવી થઈ જશે. ત્યારપછી ભારત તે નહીં રહે જેના માટે ગાંધી, નહેરુ અને સ્વતંત્રતા સેનાઓ આઝાદી માટે લડાઈ લડ્યા હતા.

શશી થરૂરના આ નિવેદને સોશિયલ મીડીયામાં વંટોળ ઉભો કર્યો છે.

શશી થરૂરના આ નિવેદન પછી ભાજપના સંબિત પાત્રાએ ટ્વીટ કરતાં કહ્યું હતું કે કોંગ્રેસે શરમ નેવે મુકી છે અને ભારત તથા હિન્દુઓને નીચા દેખાડવાની કોઇ તક તેઓ જતી કરતાં નથી.

https://twitter.com/sambitswaraj/status/1017067860240293890