Not Set/ IPL 2019 : આજે કોલકાતા-બેંગ્લોર વચ્ચે થશે ટક્કર, પહેલી જીત હાંસલ કરવા કોહલીની નજર

બેંગ્લોર, આઇપીએલનો 17 મો મુકાબલો શુક્રવારના રોજ એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાશે. કોલકાતાની ટીમ ત્રણમાંથી બે મેચમાં પોતાની જીત નોંધાવી ચૂકી છે. તેની દિલ્હી કેપિટલ્સ વિરુદ્વ ગત મેચમાં હાર થઇ હતી. બીજી તરફ સૂકાની વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એક પણ મેચ જીતી શકી નથી. ચાર મેચમાં […]

Top Stories Trending Sports
KKR VS RCB111111 IPL 2019 : આજે કોલકાતા-બેંગ્લોર વચ્ચે થશે ટક્કર, પહેલી જીત હાંસલ કરવા કોહલીની નજર

બેંગ્લોર,

આઇપીએલનો 17 મો મુકાબલો શુક્રવારના રોજ એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે રમાશે. કોલકાતાની ટીમ ત્રણમાંથી બે મેચમાં પોતાની જીત નોંધાવી ચૂકી છે. તેની દિલ્હી કેપિટલ્સ વિરુદ્વ ગત મેચમાં હાર થઇ હતી. બીજી તરફ સૂકાની વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર એક પણ મેચ જીતી શકી નથી. ચાર મેચમાં હારનો સામનો કરી ચૂકેલી બેંગ્લોર કોલકાતા વિરુદ્વની આ મેચમાં જીતીને પહેલી મેચ તેના નામે કરવા માટે કટિબદ્વ છે. પોઇન્ટ ટેબલમાં કોલકાતા ચોથા અને બેંગ્લોર આઠમાં ક્રમાંકે છે.

બેંગ્લોર વિરુદ્વ કોલકાતાનો સક્સેસ રેટ 60 %

બન્ને ટીમ વચ્ચે અત્યારસુધી કુલ 23 વાર ટક્કર થઇ ચૂકી છે. તેમાંથી કોલકાતાએ 14 મેચમાં જીત હાંસલ કરી છે. જ્યારે બેંગ્લોરની ટીમ માત્ર 9 મેચમાં જ જીતી શકી છે. બન્ને ટીમો વચ્ચે ગત 5 મેચની વાત કરીએ તો 4 મેચમાં કોલકાતા જીતી છે. બેંગ્લોરે અગાઉ 2016 મા જીત હાંસલ કરી હતી. તેથી બેંગ્લોર વિરુદ્વ કોલકાતાનો સક્સેસ રેટ 60 ટકા છે.

જણાવી દઇએ કે એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર બન્ને ટીમ વચ્ચે કુલ 10 મેચ રમાઇ છે. તેમાંથી 6 મેચ કોલકાતા અને 4 મેચ બેંગ્લોર જીતી છે. વિરાટની ટીમને કોલકાતાની વિરુદ્વ 2015 મા જીત મળી હતી. ત્યારબાદ ત્રણ વાર સતત હારનો સામનો કરવો પડ્યો છે.

બને ટીમ

બેંગ્લોર: વિરાટ કોહલી (સૂકાની), પાર્થિવ પટેલ, એબી ડિવિલયર્સ, કોલિન ડી ગ્રૈંડહોમ, ઉમેશ યાદવ, યુઝવેંદ્ર ચહલ, મોઇન અલી, શિમરોન હેટમાયર, શિવન દુબે, મોહમ્મદ સિરાઝ, નવદીપ સૈની, દેવદત્ત પલ્લીકલ, હિમ્મત સિંહ, મિલિંદ કુમાર, ગુરકીરત સિંહ માન, હેનરિત ક્લાસેન, પવન નેગી, વોશ્ગિંટન સુંદર, અક્ષદીપ નાથ, પ્રયાસ રાય બર્મન, કુલવંત ખેજરોલિયા, ટિમ સાઉદી.

કોલકાતા: દિનેશ કાર્તિક (સૂકાની), રોબિન ઉથપ્પા, ક્રિસ લિન, શુભમન ગિલ, આંદ્રે રસેલ, કાર્લોસ બ્રેથવેટ, સુનીલ નરેન, પીયૂષ ચાવલા, કુલદીપ યાદવ, નીતીશ રાણા, નિખિલ નાઇક, જોએ ડેનલી, શ્રીકાંત મુંડે, સંદીપ વારિયર, પ્રસિદ્વ કૃષ્ણા, લોકી ફર્ગ્યુસન, હૈરી ગર્ની, કેસી કરિયપ્પા, યારા પૃથ્વીરાજ.

પોઇન્ટ ટેબલ – IPL 2019

ટીમ મેચ જીત હાર ટાઇ અંક
સનરાઇઝર્સ હૈદરાબાદ 4 3 1 0 6
કિંગ્સ ઇલેવન પંજાબ 4 3 1 0 6
ચેન્નાઇ સુપરકિંગ્સ 4 3 1 0 6
કોલકાતા નાઇટરાઇડર્સ 3 2 1 0 4
દિલ્હી કેપિટલ્સ 5 2 3 0 4
મુંબઇ ઇન્ડિયન્સ 4 2 2 0 4
રાજસ્થાન રોયલ્સ 4 1 3 0 2
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 4 0 4 0 0