Not Set/ GSEB દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાના પરિણામોની તારીખ કરાઈ જાહેર

ગાંધીનગર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા  ગત માર્ચ મહિનામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાનપ્રવાહની પરીક્ષામાં લેવામાં આવી હતી. આ બોર્ડની પરીક્ષામાં કુલ ૧૭,૧૪, ૯૭૯ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓના પાયાના ઘડતર માટે અગત્યની કહેવાતી બોર્ડની પરીક્ષાના પરિણામોની તારીક જાહેર કરવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક […]

Top Stories Gujarat
ssc board examination 2017 26ef220c 205d 11e7 a5a9 704c25d3160d GSEB દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાના પરિણામોની તારીખ કરાઈ જાહેર

ગાંધીનગર,

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા  ગત માર્ચ મહિનામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાનપ્રવાહની પરીક્ષામાં લેવામાં આવી હતી. આ બોર્ડની પરીક્ષામાં કુલ ૧૭,૧૪, ૯૭૯ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ત્યારે વિદ્યાર્થીઓના પાયાના ઘડતર માટે અગત્યની કહેવાતી બોર્ડની પરીક્ષાના પરિણામોની તારીક જાહેર કરવામાં આવી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલી એક સત્તાવાર યાદીમાં બોર્ડની પરીક્ષાના પરિણામોની તારીખો જાહેર કરાઈ છે.

GSEBના જણાવ્યા મુજબ,

ધો. ૧૨ સાયન્સનું પરિણામ ૨૫ મે,

ઘો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૩૦ મે,

ધોરણ ૧૦નું પરિણામ ૨ જૂનના રોજ જાહેર કરવામાં આવશે.

મહત્વનું છે કે, ૧૨ માર્ચથી શરુ થયેલી ધો. ૧૦ અને ધો. ૧૨ની પરીક્ષા ૨૩ માર્ચના રોજ સમાપ્ત થઇ હતી. બીજી બાજુ શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષામાં કોઈ પણ રીતે ગેરરીતિ ના થાય તે માટે રાજ્યકક્ષાની કુલ ૪૨ સ્કવોડની ટીમો ગોઠવવામાં આવી હતી.

આ ઉપરાંત જૂનાગઢ, પાટણ, મોરબી સહિતના કેટલાક જિલ્લામાં DEOએ અલગથી સ્કવોડની માંગ કરતા જિલ્લાકક્ષાએ ૧૫ સ્કવોડને અલગથી મંજુરી અપાઈ હતી.