અકસ્માત/ દિલ્હીમાં ફરી એકવાર કાંઝાવાલા જેવી ઘટના,કારે સ્કૂટી ચાલકેને 350 મીટર સુધી રોડ પર ઢસડ્યો,જુઓ વીડિયો

દિલ્હી પોલીસે આ કેસમાં 5 લોકોની ધરપકડ કરી છે. સ્કૂટી પર બે લોકો સવાર હતા. આ અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું

Top Stories Gujarat
accident

accident:   દિલ્હીમાં કારે ટક્કર મારીને ઢસેડી જવાનો  વધુ એક વીડિયો સામે આવ્યો છે. એક કાર સવારે સ્કૂટીને ટક્કર મારી સ્કૂટી સવારને  હવામાં ફંગાોળ્યો હતો અને બાદમાં કાર સવારે બીજા યુવકને લગભગ 350 મીટર સુધી રોડ પર ઢસડી  ગયો હતો. દિલ્હી પોલીસે આ કેસમાં 5 લોકોની ધરપકડ કરી છે. સ્કૂટી પર બે લોકો સવાર હતા. આ અકસ્માતમાં એક યુવકનું મોત થયું હતું.બીજી તરફ અન્ય યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કારની વિન્ડશિલ્ડ સાથે વળગી રહેલો યુવાન દિલ્હી પોલીસના ઉત્તર પશ્ચિમ ડીસીપી ઉષા રંગનાનીના જણાવ્યા અનુસાર, આ ઘટના 26 જાન્યુઆરીની મોડી રાત્રે બની હતી. પ્રેરણા ચોક અને કન્હૈયા નગર વચ્ચે પેટ્રોલિંગ કરતી વખતે પોલીસે જોયું કે એક સ્કૂટીને કારે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં સ્કૂટી ચલાવતો યુવક કારની વિન્ડશિલ્ડ સાથે અટવાઈ ગયો હતો. તે જ સમયે સ્કૂટી પર બેઠેલો અન્ય એક યુવક જમીન પર પડ્યો હતો.

પોલીસે જણાવ્યું કે  કાર અને સ્કૂટી વચ્ચે અકસ્માત(accident) થયા બાદ પણ કાર સવારે કાર રોકી ન હતી. કાર સવારે સ્કૂટી ચલાવી રહેલા યુવકને લગભગ 300-350 મીટર સુધી ખેંચી ગયો હતો. આરોપીઓ નશામાં હતા. પીસીઆર વાને કારનો પીછો કરીને 2 આરોપીઓને ઝડપી લીધા હતા, બાકીના 3 આરોપીઓ નાસી ગયા હતા. બાદમાં તે ત્રણ આરોપીઓ પણ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. આ અકસ્માતમાં સ્કુટી ચલાવી રહેલા યુવકનું મોત નીપજ્યું હતું. અને સ્કુટી પર બેઠેલા યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

 આ (accident) સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. અકસ્માતનો આ વીડિયો ANIએ ટ્વીટ કરીને શેર કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કાર સવાર સ્કૂટી સવારને લગભગ 350 મીટર સુધી ખેંચી ગયો. અકસ્માત સમયે સ્કૂટી પર બે લોકો સવાર હતા. અકસ્માતમાં એકનું મોત થયું હતું. જ્યારે અન્ય યુવકની હાલત ગંભીર છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 5 લોકોની ધરપકડ કરી છે. રાજૌરી ગાર્ડનમાંથી એક ચોંકાવનારો વીડિયો પણ સામે આવ્યો છે થોડા દિવસો પહેલા દિલ્હીના રાજૌરી ગાર્ડનમાંથી પણ આવી જ ભયાનક તસવીર સામે આવી હતી. કારના બોનેટ પર કાર સવાર યુવકને રોડ પર ખેંચી ગયો હતો. હોર્ન ફૂંકવા બાબતે બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી કાર સવાર યુવકને કારના બોનેટ પર રોડ પર ખેંચી ગયો હતો

નિવેદન/કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ફિલ્મ બાયકોટ મામલે જાણો શું કહ્યું…